Hun To Bolish : હું તો બોલીશ : આ હૉસ્પિટલ માણસની કે જાનવરની?
ઉંદર, શ્વાન બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બિલાડીઓના ત્રાસથી દર્દીઓ હેરાન પરેશાન. અલગ અલગ વોર્ડ, લોબી અને રેડિયોલોજી વિભાગમાં બિલાડીનો આતંક છે. ICU સુધી બિલાડી પહોંચી જાય છે. બિલાડીઓ મેડિકલ વેસ્ટ અને બહારની ગંદકી વોર્ડમાં લાવતા દર્દીઓને હાલાકી ભોગવવાની પડી રહી છે. એટલું જ નહીં. દર્દીઓના પરિવાર લાવતા ખાદ્ય ચીજવસ્તુઓ પણ બિલાડી લઈ જતી હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. બિલાડીના વધતા ત્રાસથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી સિક્યોરિટી એજન્સીની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ પણ સિક્યોરિટી ગાર્ડને સૂચના આપી છે.. સાથે જ જણાવ્યું કે દર્દીઓના પરિવારજનો જ્યાં બેસે છે ત્યાં વધેલો ખોરાક ન ફેંકે.. વધેલા ખોરાકને જોઈને જ બિલાડી આવતી હોય છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના મહેસાણાના જિલ્લાની સિવિલ હૉસ્પિટલ...અહીં પણ રખડતા શ્વાન અડીંગો જમાવે છે. દ્રશ્યો ટ્રોમા સેન્ટરના છે. અહીં ડૉક્ટર કે સ્ટાફ મળે ન મળે પણ શ્વાન જરૂરથી બેઠેલા જોવા મળશે.. હાજર ડૉક્ટર્સ પણ કહી રહ્યા છે કે, આ ગંભીર બાબત છે સિક્યુરિટીએ ધ્યાન રાખવાની જરૂર છે.