Hun To Bolish : હું તો બોલીશ : આ પડશે અને લેશે જીવ !
બોટાદ તાલુકામાં 5 હજારથી વધુની વસ્તી ધરાવતા બોડી ગામમાં બે આંગણવાડી આવેલી છે. જેમાંથી એક આંગણવાડી જર્જરીત બની છે. અહીં 35 જેટલા બાળકો આવે છે...વર્ષ 2005માં બનેલી આ આંગણવાડીની દિવાલમાં તિરાડો પડી ગઈ છે. છતમાં સળિયા પણ નીકળી ગયેલા છે...ચોમાસામાં આંગણવાડીની છતમાંથી પાણી પણ ટપકે છે. આવામાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની. વાલીઓને પણ ચિંતા રહે છે અને ગામના સરપંચનું પણ કહેવું છે કે, અનેક વખત રજૂઆત કરી પણ કોઈ અધિકારી આંગણવાડીની મુલાકાત કે તપાસ માટે આવતા નથી.
ખેડા જિલ્લાના સુઈ ગામમાં આવેલી આંગણવાડીના દ્રશ્યો જુઓ. આ આંગણવાડી 30 વર્ષ જૂની છે અને 30 બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા 4 વર્ષથી જર્જરિત છે. આંગણવાડીના સમારકામની મંજૂરી છેલ્લા કેટલાય સમયથી આપવામાં આવી છે. પરંતુ કામગીરી ન થતા જર્જરિત આંગણવાડીમાં બાળકો અભ્યાસ કરવા મજૂબર છે. એટલું જ નહીં વરસાદ આવે એટલે ફ્લોરિંગમાંથી પાણી ટપકવાનું ચાલુ થઈ જાય છે. જેથી વરસાદ પડે એટલે સંચાલકોએ બાળકોને ઘરે મોકલી દેવાની ફરજ પડે છે.