Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
રાજકોટમાં 7 નવેમ્બરે યુનિવર્સિટી રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ હવે આ કેસમાં પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે. અકસ્માતની ઘટનામાં દીકરી ગુમાવનાર પરિવાર ન્યાયની માંગ સાથે વલોપાત કરી રહ્યો છે. 7 નવેમ્બરે બપોરે 2 વાગ્યે બેફામ દોડતી હોન્ડા સિટી કારે યુનિવર્સિટી રોડ ઉપર એક્ટિવા પર જતા માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં માતાને બંને હાથે અને પાંસળીમાં 9 ફ્રેક્ચર આવ્યા જેના કારણે તેઓ પથારીવશ છે. તો પુત્રી ધ્રુવી કોટેચાને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ થઈ ગયું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જો કે, આ કેસમાં પોલીસે એક મહિના બાદ એટલે કે, 10 ડિસેમ્બરે મહિલા આરોપી કૃતિકા શેઠની સાંજે 5 વાગ્યાની આસપાસ અટકાયત કરી હતી અને તાત્કાલિક 5.45 વાગ્યે કોર્ટમાં રજૂ કરી જામીન મુક્ત કરાઈ હતી. આરોપી તાત્કાલિક જામીન પર છૂટી જતા, પથારીવશ માતા દર્શનાબેન કોટેચા ન્યાય માટે આક્રંદ કરી રહ્યા છે.