Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ જશે જેલમાં?

પ્રશાસનના અધિકારીઓએ બુદ્ધિનું તો જાણે દેવાળું ફૂંક્યું છે. જોઈ લો અમે નથી કહેતા પણ આ દ્રશ્યો તેનો પુરાવો છે. રાજ્ય માર્ગ અને મકાન વિભાગના અણઘડ વહીવટનો આ નમૂનો જોઈ લો. દ્રશ્યો છે મહેસાણા-અમદાવાદ હાઈવે પરના શિવાલા સર્કલના. જ્યાં ઓવરબ્રિજનું કામ મંજૂર કરી દેવાયું. બંને બાજુ બ્રિજ પણ બનાવી નાંખવામાં આવ્યો. પણ વચ્ચેનો ભાગનું કામ છેલ્લા એક વર્ષથી અટકી પડ્યું છે. બ્રિજના મધ્યભાગમાં જ 400 કેવીની ખાનગી કંપનીની વીજલાઈન પસાર થાય છે. બ્રિજ બનાવવાનો સર્વે થયો, ડિઝાઈન તૈયાર થઈ ગઈ, કોન્ટ્રાકટ અપાઈ ગયો અને કામ પણ શરૂ થઈ ગયું ત્યાં સુધી આ અધિકારીઓને વીજલાઈન અડચણરૂપ બનશે તેવી જાણ જ ન થઈ. હવે જ્યારે બ્રિજનો બરાબરનો વચ્ચેના ભાગનું કામ શરૂ કરવાનો સમય આવ્યો અને વીજ લાઈન નડતરરૂપ થશે તેવું ધ્યાને આવ્યું. હવે સવાલ ત્યાં અટક્યો કે આ નડતરરૂપ વીજલાઈન હટાવવાનો ખર્ચ કોણ ભોગવે કોન્ટ્રાકટર કે પછી પ્રાઈવેટ કંપની. જેના કારણે એક વર્ષથી કામ ખોરંભે ચડ્યું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola