Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓના 'કનેક્શન' ક્યારે કપાશે?
સુરતનો ઉધના વિસ્તાર. જ્યાં મિલોમાંથી ગટરોમાં છોડાતા લાલ પાણીનો થયો હતો પર્દાફાશ. મહાનગરપાલિકાએ 18 યૂનિટ સામે કાર્યવાહી કરી ગટર કનેક્શન કાપી નાખ્યા છે.. ત્યારે ABP અસ્મિતાની ટીમ રિયાલિટી ચેક કરવા ઉધનાની ડાઈંગ મિલોમાં પહોંચી. આ સમયે ABP અસ્મિતાનો કેમેરો જોઈ મિલ માલિકોમાં નાસભાગ મચી. મિલ માલિકો પોતાનો ચહેરો છૂપાવી ભાગતા નજરે પડ્યા. કેમિકલવાળું પાણી ટ્રીટ કર્યા વગર જ ગટરમાં છોડી દેવામાં આવે છે. ગટર ઉભરાય ત્યારે લાલ પાણી બહાર આવે છે. સ્થાનિકોએ GPCBના અધિકારીઓ સાંઠગાંઠનો આરોપ લગાવ્યો.
ભાગમભાગના આ દ્રશ્યો સુરતના ઉધના વિસ્તારના છે.. મહાનગરપાલિકાની ટીમે 18 યુનિટો વિરૂદ્ધ કાર્યવાહી કરીને ગટર કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે.. ત્યારે એબીપી અસ્મિતાની ટીમ આજે રિયાલિટી ચેક કરવા માટે ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં પહોંચી હતી.. જ્યાં મીલોમાંથી ગટરમાં લાલ પાણી ઠલવાતુ હોવાનો પર્દાફાશ થયો.. ડાઈંગ મીલમાં પહોંચી તો એબીપી અસ્મિતાના કેમેરા જોઈને મીલ માલિકોમાં ભાગદોડ મચી ગઈ.. લાલ પાણી છોડવાને લઈને કોઈ જ જવાબ ન આપીને મીલ માલિકો ભાગતા કેમેરામાં કેદ થયા.. કેમિકલયુક્ત પાણી ટ્રીટ કર્યા વગર જ ગટરમાં છોડી દેવામાં આવે છે.. જ્યારે પણ ગટર ઉભરાય છે.. ત્યારે લાલ પાણી બહાર આવે છે.. સ્થાનિકોએ તો GPCBના અધિકારીઓ પર પણ મીલીભગતનો આરોપ લગાવ્યો.. સ્થાનિકોનો આરોપ છે કે GPCB આંખ આડા કાન કરે છે.. રોડ રસ્તા પર લાલ પાણી પથરાતા ખુબ જ દુર્ગંધ ફેલાય છે..