Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડ્રાઈવર

રાજકોટની સીટી બસ ફરી આવી છે વિવાદમાં. સીટીબસના ડ્રાઇવરોએ હદ વટાવી હોય તેમ મુસાફરો ભરેલી ચાલુ બસે ડ્રાઈવર માવો ઘસી રહ્યો છે. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બસનો ડ્રાઈવર જ્યારે બસ ઉભી હોય ત્યારે માવો કાઢે છે. અને બાદમાં બસને રસ્તા પર હંકારે છે, પરંતુ તેમ છંતા માવો ઘસવાનું ચાલુ જ રાખે છે. એટલુ જ નહીં ડ્રાઇવરે માવો ઘસવા માટે એક પેડ પણ સ્ટિયરીંગ પર રાખ્યું છે. આવું કરીને આ મહાશયે બસમાં સવાર 50 લોકોના જીવ જોખમમાં મૂક્યા. વીડિયો વાયરલ થયા બાદ BRTS બસના ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તો આવતીકાલે મહાનગરપાલિકાના સીટી ઈજનેર પરેશ અઢીયાએ એક બેઠકનું આયોજન કર્યું છે. જેમાં તમામ ડ્રાઈવરોને ભવિષ્યમાં આવી બેદરકારી ન કરે તે માટે તાકીદ કરવામાં આવશે. 

24 ડિસેમ્બરે આ જ રાજકોટ શહેરમાં સિટી બસના એક કંડક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે ક્યારેક બસમાંથી આખું માથું બહાર કાઢીને નાટક કરતો હતો. તો ક્યારેક સીટ પર પગ ચઢાવીને ટિકિટ કાઢવાના મશીનથી રમતો હતો. ત્યારે આ અઢીયા સાહેબે કહ્યું હતું કે, કંડક્ટર માનસિક રીતે બીમાર છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola