Hun To Bolish : હું તો બોલીશ : બેઘરોને તો બક્ષો !
ડીસા શહેરમાં જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ 2019થી વર્ષ 2023-24ના સમયગાળામાં મંજૂર થયેલા 10 રેનબસેરા પૈકી એકપણ બન્યા ન હોવા છતાં આશરે 36 લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ હોવાનો આરોપ લાગ્યો છે...આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીએ ડીસાના તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરીને તપાસનો આદેશ આપ્યો છે. 6 અધિકારીની ટીમ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ, મજૂર અને યાત્રાળુઓ માટે રેન બસેરા બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 10 રેન બસેરા બનાવવા માટે જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી 36 લાખની મંજૂરી મળી હતી. આ યોજનામાં વર્ષ 2019થી વર્ષ 2022-23માં યોજનાના અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2024માં ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી તરીકે નિમણૂક કરાઈ હતી. અરજદારે જિલ્લા આયોજન અધિકારીને ફરિયાદ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ ગ્રાન્ટનો હેતુફેર કરી સેડ બનાવી દેવાનો આરોપ છે. જો કે, આરોપોમાં કેટલું તથ્ય છે તે જાણવાનો અમે પણ પ્રયાસ કર્યો.