Hun To Bolish : હું તો બોલીશ : ભમતું મોત

Continues below advertisement

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા રોયલ મેળામાં ગઈકાલે રાત્રે હેલિકોપ્ટર રાઈડના બે દરવાજા ખુલી જતા 4 બાળક ફંગોળાઈને નીચે પટકાયા. આ ઘટના બાદ પોલીસ અને અધિકારીઓ દોડતા થયા. દુર્ઘટના બાદ રોયલ મેળાને હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. રાવપુરા પોલીસે રોયલ મેળાના સંચાલક, મેનેજર અને રાઈડ ઓપરેટર સામે ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી છે. આ મેળામાં ઘણી બેદરકારીઓ રાખવામાં આવી હતી. મેળાની એક રાઈડ અને બીજી રાઈડ વચ્ચે અંતર નહોતું. કેટલાક સ્થળોએ રાઈડમાં વીજવાયરો ખુલ્લા હતા. દુર્ઘટના બાદ હવે વીજવાયરોને કવર કરવામાં આવી રહ્યા છે. કેટલીક રાઈડ્સ તો ખખડધજ હાલતમાં હતી. જે હેલિકોપ્ટર રાઈડમાં બાળકોને બેસાડવામાં આવ્યા તેના બે બોક્સના દરવાજા તો ખેંચીએ એટલે ખુલ્લી જાય તેવા હતા પકડવા માટેનું સ્ટેયરિંગ પણ ખખડધજ હતું. પરમિશન માત્ર 13 રાઈડની આપવામાં આવી અને 23 રાઈડ આયોજકે પોલીસની જાણબહાર લગાવી દીધી. એક બાળક બેસી શકે તેટલી જગ્યામાં 2 બાળકોને બેસાડવામાં આવ્યા હતા. આ ઘટનામાં રોયલ મેળાના માલિક આરોપી નિલેશભાઈ તુરખીયા. રાઈડ ઓપરેટર યુનુસ મામદભાઈ રાઉમાં. અને મેનેજર હેમરાજ મરાઠાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram