Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

Continues below advertisement

ગોધરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી. પરિક્ષણ માટે લીધેલા ખાદ્ય પદાર્થના સેમ્પલ કચરા પેટીમાં ફેંકી દેવાયા. આ સેમ્પલ ગોધરા કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા અલગ અલગ વિસ્તારોમાંથી ઓગષ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં લેવામાં આવ્યા હતા. અખાદ્ય ચીજ વસ્તુનો રિપોર્ટ આવ્યા બાદ ખાડો ખોદી સેમ્પલનો નાશ કરાતો હોય છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલને કચરા પેટીમાં નાખી દીધા. જોકે, ABP અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસન દોડતું થયું અને અખાદ્ય પદાર્થનો નાશ કરવાની કામગીરી શરૂ કરી.

12 ડિસેમ્બરે ઉંઝામાંથી કલરવાળી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. ઉંઝા સ્ટેશન રોડ પર આવેલ કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં આ કાંડ ચાલતો હતો. ઝીણી વરિયાળી, કલર મળી કુલ 1 લાખ 27 હજાર રૂપિયા કરતાં વધારેનો મુદ્દામાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જપ્ત કર્યો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram