Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું ભોજન !
પરંતુ દુવિધા એ છે કે, આજે પણ ખાદ્યવસ્તુઓમાં ભેળસેળના અનેક કિસ્સાઓ સામે આવે છે. ક્યાંક મસાલામાં ભેળસેળ કરાતી હોય છે તો ક્યાંક મિલ્ક પ્રોડક્ટમાં ભેળસેળિયાઓ ભેળસેળ કરી લોકોના આરોગ્યને જોખમમાં મૂકે છે....એટલું જ નહીં, અનેક હોટલ રેસ્ટોરંટમાં ખોરાકમાંથી જીવાતો, વંદા, માખી, ઈયળો, ગરોળી નીકળવાની અનેક ઘટનાઓ સામે આવે છે.
તાજેતરના જ છેલ્લા ત્રણ દિવસના ત્રણ કિસ્સાની વાત કરીએ તો, આણંદમાં 5 જૂને એટલે કે 2 દિવસ પહેલા વાસદની સત્યનારાયણ હોટેલમાં ગ્રાહકે ઓર્ડર કરેલ મસાલા પાપડમાંથી ઈયળ નીકળી. મસાલા પાપડમાં ઈયળ નીકળતા ગ્રાહકે વીડિયો બનાવ્યો. અને ફૂડ વિભાગને જાણ કરી. આ ઘટનાના આગળના દિવસે એટલે 4 જૂને આણંદની જ હોટેલ Hમાં ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાંથી માખી નીકળી હતી. ગ્રાહકે હોટલ સ્ટાફની બેદરકારીનો વીડિયો ઉતારી સોશલ મીડિયા વાયરલ કર્યો હતો. ગઈકાલની વાત કરીએ તો અમદાવાદના સીજી રોડ પર આવેલ ઓકટન્ટ પિત્ઝા શોપના ભોજનમાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહકે આ મુદ્દે અમદાવાદ કોર્પોરેશનને ફરિયાદ કરી. આરોગ્ય વિભાગે તપાસ કરીને ઓક્ટેન્ટ પિત્ઝા શોપને તાત્કાલિક અસરથી સીલ કરી દીધુ....જો કે, અહીં પિત્ઝા શોપના સંચાલકોએ મહાનગરપાલિકાએ મારેલ સીલ અને નોટિસ છુપાવવાનો પ્રયાસ કર્યો .સીલ અને નોટિસ આગળ ટેબલ મુકી દીધા.. તો બોર્ડ પર સમારકામને લીધે હોટલ બંધ હોવાના લખાણ લખ્યા.