Hun To Bolish | હું તો બોલીશ | BLO માણસ કે મશીન?

Continues below advertisement

SIRની કામગીરી દરમિયાન વધુ એક BLOનું મોત નિપજ્યું હતું. આ ઘટના મહેસાણામાં બની હતી. સતલાસણાના સુદાસણા ગામે BLOની કામગીરી કરતા શિક્ષક દિનેશભાઈ રાવળનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ હતું.પરિવારજનોએ આરોપ લગાવ્યો કે SIRની કામગીરી માટેની એપ્લિકેશન બરાબર કામ ન કરતી હોવાથી અને ફોર્મ અપલોડ કરવામાં સતત સર્વરના ઈશ્યુ આવતા હોવાથી દિનેશભાઈ છેલ્લા બે ચાર દિવસથી મોડી રાત સુધી કામ કરી રહ્યા હતા. ગુરૂવારે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેઓ ઘરમાં ફોર્મ અપલોડ કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે જ છાતીમાં દુઃખાવો થતા પરિવારજનો તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.      

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola