Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?
રાજકોટમાં દારૂ છુપાવવા બુટલેગરે અનોખો કીમિયો કર્યો. દારૂના જથ્થાને સંતાડવા માટે કારમાં ચોરખાના બનાવાયા હતા. કારની ટેલ-લાઈટ. પેટ્રોલ ટેન્ક, ગેરબોક્સ સહિતની જગ્યાએ દારૂ છૂપાવીને રખાયો હતો. પોલીસને આ મુદ્દે બાતમી મળી હતી. અને તપાસ કરી તો કારમાંથી દારૂની 375 બોટલ મળી આવી. દારૂના આ જથ્થા સાથે પોલીસે વલસાડના બુટલેગર ધર્મેશ નાયકાની ધરપકડ કરી છે.
સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. ઈચ્છાપુર પોલીસે 16 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી.. જ્યારે એક મહિલા સહિત બે આરોપી હજુ ફરાર. પોલીસને જાણ ન થાય એ માટે આરોપીઓ ટેમ્પોમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરતા હતા.
5 ફેબ્રુઆરીએ નવસારી રેલવે સ્ટેશન પર જનતા રેડ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા જ સ્થાનિકોએ રેડ પાડી. લોકોએ દારૂ અને બિયરના ટીન ભરેલ 11 બેગ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. બુટલેગર પાસેથી ઝડપાયેલ દારૂ અને બિયરનો જથ્થો લોકોએ રેલવે સ્ટેશન પર ફેંકી દીધો. જો કે બુટલેગરે માથાકુટ કરતા જ હાજર લોકો ઉશ્કેરાયા હતા અને બુટલેગરને મેથીપાક પણ ચખાડ્યો અને બાદમાં નવસારી રેલવે પોલીસને હવાલે કરી દીધો.