Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં ચૂંટણી
ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. આ બંને બેઠક માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મતગણતરી થશે. 26 મેથી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે.
કડી બેઠકની પેટાચૂંટણી કરશનભાઈ સોલંકીના નિધનના કારણે યોજાવાની છે. ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે. વર્ષ 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થયાં હતાં, ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી વિજયી બન્યા હતા. વર્ષ 2012માં કૉંગ્રેસના રમેશ ચાવડાએ ભાજપના ઉમેદવાર અને ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો. પુનઃસીમાંકન પછી આ બેઠક અનામત જાહેર થઈ તે પહેલાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે
Tags :
Hun To Bolish