Hun To Bolish : હું તો બોલીશ :ચોમાસું આવ્યું, પ્લાન ક્યાં?
હવામાન વિભાગ મુજબ કેરળમાં આ વર્ષે 8 દિવસ વહેલા ચોમાસાની શરૂઆત થઈ છે. કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન છે. 2009 પછીનું આ સૌથી વહેલું આગમન છે. વર્ષ 2009માં 23 મેએ ચોમાસું કેરળ રાજ્યમાં પહોંચ્યું હતું સામાન્ય રીતે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 1 જૂન સુધીમાં આવે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. અને તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતથી પરત ફરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પાછું જાય છે. પરંતુ આ વખતે ચોમાસું આઠ દિવસ પહેલા આવી ગયું. IMDના આંકડા મુજબ ગયા વર્ષે દક્ષિણના રાજ્યમાં 30 મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું. 2023માં 8 જૂને એટલે કે 7 દિવસ મોડું ચોમાસું આવ્યું હતું. 2022માં 29 મેએ એટલે 3 દિવસ વહેલા. 2021માં 3 જૂને એટલે કે 3 દિવસ મોડું અને 2020માં 1 જૂને એટલે કે નિર્ધારિત સમય પર ચોમાસાનું આગમન થયું હતું.