Hun To Bolish : હું તો બોલીશ : ડેરીમાં ડખાની થપ્પડ !
મહેસાણા દૂધ સાગર ડેરીની આજે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠકમાં ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેન યોગેશ પટેલને થપ્પડ માર્યાનો આરોપ લાગ્યો છે. વાઈસ ચેરમેન યોગેશ પટેલે આરોપ લગાવ્યો કે, ડેરીના 17 કરોડના દેવુ અંગે સવાલો કર્યા હતા. જે સવાલોથી યોગ્ય જવાબ ન આપી શકતા ચેરમેન અશોક ચૌધરી ઉભા થઈને હાથાપાઈ કરી. બાદમાં થપ્પડ માર્યા.. એટલુ જ નહીં.. ડેરીના ડિરેક્ટર દિલીપભાઈએ પણ તેમની સાથે ધક્કામુક્કી કર્યાનો યોગેશ પટેલે આરોપ લગાવ્યો..તો બીજી તરફ ચેરમેન અશોક ચૌધરીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. અશોક ચૌધરીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, બેઠક શરૂ થઈ ત્યારે વાઈસ ચેરમેન યોગેશ પટેલે એકથી સવા કલાક પોતે કરેલા સવાલોને સાંભળવામાં આવ્યા હતા. બાદમાં જવાબ આપતા વાઈસ ચેરમેન યોગેશ પટેલ ઉશ્કેરાયને બોલાચાલી કરવા લાગ્યા હતા.. બોર્ડના સભ્યોએ તેમને સમજાવતા તેઓ અપશબ્દો બોલીને જાતે જ બેઠક છોડીને બહાર નીકળી ગયા...જો કે, હવે આ લાફાકાંડનો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.. વાઈસ ચેરમેન યોગેશ પટેલે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપભાઈ વિરૂદ્ધ અરજી નોંધાવી છે..