Hun To Bolish : હું તો બોલીશ : દાનવ રૂપી ડમ્પર

રાજયમાં બેફામ બનેલા ડમ્પર ચાલકોએ તો રીતસરનો કહેર મચાવ્યો છે. દર સપ્તાહે અનેક જિંદગીનો ભોગ બેફામ ડમ્પરો લઈ રહ્યા છે ભોગ. તેમ છતાં ટ્રાફિક પોલીસ, RTO સહિતનું પ્રશાસન ઉંઘતું રહ્યું અને આજે વધુ એકવાર ડમ્પરે એક નિર્દોષ જિંદગીનો ભોગ લીધો. ઘટના રાજકોટના હનુમાનમઢી વિસ્તારની.  સવારે સાડા સાત વાગ્યાના અરસામાં બે બહેનપણી એક્ટિવા લઈ કોલેજે જઈ રહી હતી. જે હનુમાન મઢી નજીકથી પસાર થતા હતા અને ડમ્પરે ટક્કર મારી. ડમ્પરની ટક્કરથી એક્ટિવા સવાર નિશા રાણંગા નામની યુવતીનો ચમત્કારિક બચાવ થયો.  તો પાછળ બેઠેલી 20 વર્ષીય જુહી નડિયાપરાના પગ અને કમરના ભાગે ડમ્પરનું વ્હીલ ફરી વળતા મોત થયું. જુહી નડિયાપરા શહેરના બજરંગવાડી વિસ્તારમાં રહે છે અને કાલાવડ રોડ સ્થિત કણસાગરા કોલેજમાં બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.  દરરોજ સવારે પિતા જુહીને ઘરેથી શીતલ પાર્ક સુધી મૂકી જતા હતાં. જ્યાંથી તેની બહેનપણી નિશા જે જામનગર રોડ પર રહે છે તેના એક્ટિવામાં બેસી બંને કોલેજ જતી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો.. ઘટનાના નવ કલાક બાદ પોલીસે ચાલક માધુભાઈ વાઘેલા નામના ડમ્પર ચાલકની અટકાયત કરી.. ગાંધીગ્રામ પોલીસે હાલ તો ચાલકની અટકાયત કરી. તપાસ કરતા સામે આવ્યું કે શહેરમાં બેરોકટોક દોડતું ડમ્પર ખાનગી હતું.... મનપાના કોન્ટ્રાકટનું ડમ્પર ન હતું.  જોકે ડમ્પર અંગે મીડિયાએ સવાલ ઉઠાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી .

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola