Hun To Bolish | હું તો બોલીશ | ગેરરીતિ માટે ગઠબંધન
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHun To Bolish | હું તો બોલીશ | આપે ચૂંટણીમાં રાજકીય પક્ષનો ગઠબંધન સાંભળ્યું હશે....પરંતુ નર્મદામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકારી અનાજમાં કૌભાંડ કરવા ગઠબંધન કર્યું...થોડા દિવસ પહેલા જે સાગબારામાં ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ ઝડપાયું હતું...તે મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે....સરકારી અનાજની હેરાફેરી કરતા 8 આરોપીના નામો ખુલ્યા હતા....જેમાંથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે...તો બીજા 6 વોન્ટેડ છે....જે આ ભાગી ગયેલા 6 આરોપી છે તેમાંથી એક આરોપી આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ વસાવા....બીજો કોંગ્રેસનો નર્મદા જિલ્લા પંચાયતનો સભ્ય આનંદ વસાવા....ત્રીજો આરોપી કોંગ્રેસ પાર્ટીનો જ કાર્યકર્તા દોલતભાઈ અને ચોથો આરોપી ભાજપનો સુરત જિલ્લા ભાજપ યુવા મોરચાનો મહામંત્રી મનિષ શાહ છે....જો કે, મનિષ શાહને સુરત જિલ્લા ભાજપ પ્રમુખે તમામ સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે....હાલ નર્મદા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તા દોલતભાઈની સાથે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે...જ્યારે હજુ આ 6 આરોપી ફરાર છે....ખાનગી ગોડાઉનમાંથી અંદાજે 3 લાખ રૂપિયાના 200 ઘંઉના કટ્ટા એટલે કે 10 હજાર કિલો અનાજ ઝડપાયું હતું....સાથે એક ટેમ્પો પણ પકડવામાં આવ્યો હતો..જેનાથી સરકારી અનાજની હેરાફેરી કરવામાં આવતી હતી....આ ટેમ્પો કોંગ્રેસના આનંદ વસાવાનો હતો...જ્યારે આ ખાનગી ગોડાઉન છે જ્યાં અનાજ ઝડપાયું તે આમ આદમી પાર્ટીના શૈલેન્દ્રસિંહ વસાવાએ મહિને 8 હજાર રૂપિયાથી ભાડે લીધું હતું.....