Hun To Bolish | હું તો બોલીશ | ઘાત ટળી, રાહત ક્યારે?

Continues below advertisement

Hun To Bolish  | હું તો બોલીશ | ઘાત ટળી, રાહત ક્યારે?

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદે ખેડૂતોની મહેનત પર ફેરવ્યું છે પાણી....જિલ્લામાં સતત 4 દિવસ અતિભારે વરસાદ પડ્યો....જેના કારણે રાવલ અને સુર્યાવદર ગામના ખેતરોમાં તળાવસમા પાણી ભરાયા છે....અહીંના ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું છે....સાની ડેમનું કામ અધુરુ હોવાના કારણે રાવલ અને સુર્યવદર સહિત આસપાસના 18થી 20 ગામોના ખેડૂતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે....દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેતીવાડી વિભાગનું કહેવું છે કે,  કુલ 1 લાખ 93 હજાર 457 હેક્ટર જમીનમાંથી 49 હજાર 325 હેક્ટર જમીન પર વાવેતર કરવામાં આવ્યું છે....જેમાં વધુ નુકસાન હોય તેવી જમીન 8 હજાર 553 હેક્ટર છે....દ્વારકા જિલ્લામાં વરસાદથી 110 ગામોને અસર પહોંચી છે જેમાં વધુ નુકસાન થયેલ હોય તેવા 7 હજાર 332 ખેતરો છે....

 

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની સાથે છેલ્લા 3 દિવસથી જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ખેતીને મોટું નુકસાન થયું છે....આ દ્રશ્યો જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલા આમરા ગામના છે....ગામમાં ખેડૂતોએ કપાસ અને શાકભાજીની ખેતી કરી છે....ત્યારે ભારે વરસાદના કારણે સસોઈ ડેમમાં પાણીની ભારે આવક થઈ અને ડેમનું પાણી ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોનું ધોવાણ કરી નાખ્યું.....પાક તો ધોવાયો સાથે જમીન પણ ધોવાઈ ગઈ....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram