Hun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવો

Continues below advertisement

પાંખડી તાંત્રિક નવલસિંહ ચાવડા12 લોકોની હત્યા કરનાર આ ભૂવાનો આજે અંત આવ્યો. રિમાન્ડ દરમિયાન અચાનક તેની લથડી તબિયત. સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયો જ્યાં તેનું મૃત્યુ થયું. મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો વતની નવલસિંહ ચાવડા. એકના ચાર ગણા પૈસા કરવાની લાલચ આપી તાંત્રિક વિધિ કરતો હતો . અમદાવાદના એક ફેક્ટરી માલિકની તાંત્રિક વિધિના બહાને હત્યા કરવાના પ્રયાસમાં તેને ઝડપી લેવાયો. પૂછપરછમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા. નવલસિંહે કબૂલ્યું કે, તેણે અત્યાર સુધીમાં 12 લોકોની હત્યા કરી છે. ચોંકાવનારી વાત તો એ કે, તેણે પોતાની માતા. દાદી અને કાકાની પણ હત્યા કરી છે. બારેય લોકોની હત્યા તેણે સોડિયમ નાઈટ્રેટથી કરી. પાણી અથવા દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવતો. સોડિયમ નાઈટ્રેટવાળું પાણી કે દારૂ પીતા જ મોત થઈ જતું. પૂછપરછમાં નવલસિંહે કબૂલ્યું કે, તે સુરેન્દ્રનગરમાં કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઈટ્રેટ ખરીદતો હતો.. સોડિયમ નાઈટ્રેટના વેચાણ માટે લાયસન્સની જરૂર નથી પડતી. યૂ-ટ્યૂબ પર મોજે મસાણી નામની ચેનલમાં નવલસિંહના તાંત્રિક વિદ્યા કરતા વીડિયો વાયરલ કરવામાં આવતા હતા. ભાવેશ નામનો યુવક તેની યૂ-ટ્યૂબ ચેનલમાં વીડિયો અપલોડ કરતો. થોડા દિવસ પહેલાં ભાવેશનું પણ મોત થયું હતું. ગત ત્રીજી ડિસેમ્બરે તેની ધરપકડ કરાઈ હતી. 10 ડિસેમ્બર સુધી તે રિમાન્ડ પર હતો. સવારે 10 વાગ્યે કસ્ટડીમાં એકાએક તેની તબિયત લથડી હતી.. બાદમાં તેનું મોત થયું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram