Hun To Bolish | હું તો બોલીશ | હવે બધા દોડતા થયા

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ | અગ્નિકાંડની તપાસ કરતા SITના વડા સુભાષ ત્રિવેદી આજે રાજકોટ પહોંચ્યા....સુભાષ ત્રિવેદીએ આશ્વાસન આપ્યું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ ચાલી રહી છે....દોષિતો સામે કાર્યવાહી થાય અને નિર્દોષ આનો ભોગ ન બને તે માટે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે....ફાયર વિભાગથી લઈને ટાઉન પ્લાનિંગ વિભાગની શું ભૂલ હતી તેને લઈને નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે...

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ આજે પહોંચ્યા ગાંધીનગર...ગેરકાયદે ધમધમતા TRP ગેમ ઝોન અંગે મૌન રહેલા ભાજપના નેતાઓએ, રાજકોટ મહાનગરપાલિકાની સિલિંગ કાર્યવાહીના વિરોધમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી....મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  જયમીન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય રમેશ ટિલાળા, દર્શિતાબેન શાહ સહિત ભાજપના નેતાઓએ રજૂઆત કરી કે, 22 સ્કૂલો એવી છે, જેની પાસે ફાયર NOC હોવા છતાં ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી...જેથી આવી શાળાનું સીલ દુર કરવામાં આવે...જર્જરિત સરકારી આવાસના લાઈટ અને ગટર કનેક્શન કાપી નંખાયા છે...અહીં રહેતા લોકો માટે અન્યત્ર ખસેડવા પણ રજૂઆત કરી.....સમગ્ર મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક વલણ દાખવી શહેરી વિકાસ વિભાગ સાથે ચર્ચા કરી...રાજકોટમાં અગ્નિકાંડ બાદ સ્કૂલ, કોલેજો, હોટલ, હૉસ્પિટલ સહિત 556 મિલકતો સીલ કરવામાં આવી છે...જેમાં 253 મિલકતોના સીલ ખોલવામાં આવ્યા છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram