Hun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભ

Continues below advertisement

આજે બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. ગાંધી જયંતિએ આજનો દિવસ સત્યને સમર્પિત. બાપુ કહેતા જ મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. ગાંધી જયંતિએ સત્યની રાહ પર ચાલતા રહેવાના સંકલ્પને વળગી રહેવાની સૌને યાદ અપાવે છે. ત્યારે એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ હું તો બોલીશમાં અમે પર્દાફાશ કરીશું નશીલા અસત્યનો પર્દાફાશ.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ દુનિયાને સત્ય અને અહિંસાનો સંદેશ આપ્યો. આજે એ જ બાપુના નામ પર આપણે દારૂબંધીના નામે અસત્ય ફેલાવીએ છીએ.  મહાત્મા ગાંધીએ ભૂલ સ્વીકારતા પણ આજે આપણે છીએ છે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતું વાસ્તવમાં ગુજરાતમાં દારૂબંધી નહોર વિનાના વાઘ જેવી છે. દારૂબંધી વાળા ગુજરાતમાં પોલીસના નાક નીચે ખૂલ્લેઆમ દારૂ વેચાય છે. ખૂલ્લેઆમ પીવાય છે... જ્યાં પ્રતિબંધ નથી તેવા રાજ્યની સરખામણીએ પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન થાય છે.. એબીપી અસ્મિતા ક્યાંય દારૂબંધીના વિરોધમાં નથી. પણ સવાલ એ છે કે કેમ બાપુના નામે ભ્રમ ફેલાવાય રહ્યો છે.  કેમ બાપુના નામે સરકાર પણ અસત્ય ફેલાવી રહી છે.  ગુજરાતમાં દારૂબંધી એક પાંખડથી વિશેષ કંઈ જ નથી. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram