Hun To Bolish : હું તો બોલીશ : કાળા પાણીની સજા યથાવત

સતત છઠ્ઠા દિવસે અમદાવાદના નિકોલમાં ગટરીયા પૂરથી સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી. ગોપાલ ચોક વિસ્તારમાં આજે ફરીથી ગટરના દુષિત પાણીનું સામ્રાજ્ય જામ્યું. 

વિસ્તારમાં આવેલા અંદાજિત 45 ડ્રેનેજના મેનહોલમાંથી ઉભરાયને ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા. સવારના 9 વાગ્યે ડ્રેનેજમાંથી પાણી ઉભરાવવાનું શરૂ થયું અને અડધા કલાકની અંદર જ સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો. એબીપી અસ્મિતા સાથે વાત કરતા વેપારીઓએ સ્થાનિક કોર્પોરેટરો વિરૂદ્ધ રોષ વ્યક્ત કર્યો. છ દિવસ સુધી સ્થિતિમાં કોઈ સુધાર ન આવતા વેપારીઓએ કાયમી નિરાકરણની માગ કરી. 

5 દિવસ પહેલા 10 તારીખે હું તો બોલીશ કાર્યક્રમમાં અમદાવાદમાં ક્યા આવ્યું પૂરના નામે કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. ત્યારબાદ દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ અને સ્થાનિક કોર્પોરેટર બળદેવ પટેલ અને દિપક પંચાલ મહાનગરપાલિકાની કચેરી પર પહોંચ્યા. અધિકારીઓ સાથે બેઠક કરીને 10 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola