ABP News

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ અને નેતા?

Continues below advertisement

ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે જે ડખો છે. તે ચરમસીમાએ પહોંચ્યો છે.  અનેક શહેરમાંથી આંતરિક ડખા સામે આવ્યા. જેમાં ભાવનગરના મહુવા, જૂનાગઢ, અરવલ્લી, વડોદરા, કલોલનો સમાવેશ છે..

સૌ પ્રથમ ભાવનગરની વાત કરીએ તો. મહુવા ભાજપના 19 સભ્યોએ બળવો કરતા પુરાંતલક્ષી બજેટ નામંજૂર થયું. 36માંથી 25 બેઠક પર ભાજપનો કબ્જો છે. મહુવા પાલિકામાં મહિલા પ્રમુખની વરણી થતા જ ભાજપમાં બે ફાંટા પડ્યા. આ આંતરિક વિખવાદને કારણે જનતા વિકાસથી વંચિત છે. આગામી સમયમાં નગપાલિકા સુપરસિડ થાય તો નવાઈ નહી. 19 સભ્યોએ બજેટના વિરુદ્ધમાં મતદાન કરતા ભાજપમાં દોડધામ મચી ગઈ છે. 

વડોદરાની કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશી અને મનપા કમિશ્નર દિલીપ રાણા વચ્ચે પણ તું તું મેં મેં થઈ હતી. કાઉન્સિલર આશિષ જોષીએ તેમના વિસ્તારમાં વિકાસના કામ ન થતા હોવાના આક્ષેપ લગાવ્યા. વોર્ડ નંબર 15માં વરસાદી મહાનાળાનું કામ છેલ્લા 3 વર્ષથી ખોરંભે ચડ્યું છે. જેને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી. તો સામે મનપા કમિશ્નર પણ અકળાયા હતા.  આ બાબતે બંને એ સીએમ સુધી રજૂઆત કરીશું તેવું કહ્યું હતું. ભૂખી કાંસની કામગીરીને લઈ પણ હોબાળો થયો હતો. કોંગ્રેસ કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ કર્યો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram