Hun To Bolish : હું તો બોલીશ : કેમ કરો છો આ ભડાકા?

Continues below advertisement

સુરેન્દ્રનગર પોલીસે હથિયાર પરવાનેદારો માટે સૂચનાઓ જાહેર કરી. જેમાં કહેવાયું છે કે, પરવાનેદાર વ્યક્તિએ પોતાનું હથિયાર બીજાને ન આપવું...અને જાહેરમાં રૌફ જમાવવા પ્રદર્શન કે ભડાકા ન કરવા પણ તાકીદ કરાઈ છે. હથિયાર સાથે વટ પાડવા રીલ તેમજ ફોટા સોશલ મીડિયામાં વાયરલ થતા હોવાની ઘટનાઓને લઈને પોલીસે લાયસન્સ ધારકોને આર્મ્સ એક્ટનું પાલન કરવા જણાવ્યું છે. જો નિયમોનું પાલન નહીં થાય તો કાર્યવાહી કરવાની પણ ચીમકી સ્પષ્ટ શબ્દોમાં અપાઈ છે. એટલું જ નહીં આ મુદ્દે પોલીસે અલગ અલગ ટીમ બનાવી 10થી વધુ ગેરકાયદેસર હથિયાર અને સોશલ મીડિયામાં હથિયાર સાથે રીલ્સ બનાવનારા 12 જેટલા શખ્સોને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

ભાવનગર પોલીસે પણ રીલના રોલા પાડનારાઓ સામે નવું અભિયાન શરૂ કર્યું છે. સોશલ મીડિયા પર ઘાતક હથિયારો સાથે રીલ બનાવનારાઓને પોલીસે પકડીને કાયદાનું ભાન કરાવ્યું. હાર્દિક ગોહિલ અને ઉત્સવ બારૈયા નામના આ બંને યુવકો જાહેર રોડ પર હથિયાર સાથે રિલ્સ બનાવી સીન સપાટા કરી રહ્યા હતા. પોલીસે બંનેને પકડ્યા અને હવે આ બંને ક્યારેય આ પ્રકારનું રિલ્સ નહીં મૂકીએ તેવું કહેતા જોવા મળ્યા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram