Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?
રાજકોટ-અમદાવાદ હાઈવેનો ફરી મુદ્દો સંકલનમાં ગાજ્યો. સંકલનમાં રાજકોટના ધારાસભ્યો અને સાંસદે હાઈવેના કામને લઈને પ્રશ્નો ઉઠાવ્યા. 3 હજાર 350 કરોડના રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈવે પ્રોજેક્ટનું કામ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે. વર્ષ 2018માં સિક્સલેન હાઈવેની કામગીરી શરૂ કરાઈ હતી. વર્ષ 2020 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની હતી. જોકે આજે ખાતમુહૂર્ત થયાને 7 વર્ષ થયા સિક્સલેન હજુ તૈયાર થયો નથી. જમીન સંપાદન,બીજા કોન્ટ્રાક્ટરને કામ સહિત અલગ અલગ કારણોને લીધે રાજકોટથી ચોટીલા સુધી અનેક બ્રિજનું કામ અટકી ગયું છે. રાજકોટથી 10 કિમી દૂર સાત હનુમાન મંદિર પાસેના બ્રિજનું કામ અટકેલું છે. રાજકોટથી કુવાડવા બ્રિજનું કામ જમીન સંપાદનને લઈને બંધ છે. રાજકોટથી ચોટીલા સુધી અને લીંબડી સુધી હજી પણ અનેક ડાયવર્ઝન અપાયેલા છે. જેને કારણે ટ્રાફિક જામની સ્થિતિ રહે છે. રાજકોટની બહાર નીકળતા નવા ગામ પાસે પણ ડાયવર્ઝન અપાયું છે. ગોંડલ રોડ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી સર્વિસ રોડ તૂટી ગયેલી સ્થિતિમાં છે.