Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?

Continues below advertisement

રાજકોટમાં સરકારી આવાસોની ફાળવણીમાં વિલંબ..39 કરોડ 67 લાખના ખર્ચે વર્ષ 2019માં વોર્ડ નંબર 3ના પોપટપરા વિસ્તારમાં મહાનગરપાલિકાએ 690 આવાસો બનાવ્યા હતા..અંદાજે 6 વર્ષનો સમય વિત્યો હોવા છતાં લાભાર્થીઓને આવાસો નથી ફાળવાયા..પરિણામે સરકારી આવાસો ખંડેર બની ગયા..રાત્રિના સમયે આવાસો અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે....નશાકારક પદાર્થોનું અહીં સેવન કરવામાં આવે છે...જેથી અહીં રહેતી સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે, અસમાજીક તત્વોના અડ્ડાને કારણે તેઓ સલામતી નથી અનુભવી રહી....જો અસામાજીક પ્રવૃત્તિ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવે તો અવાજને ડામી દેવામાં આવે છે....તો બીજી તરફ વિપક્ષે આરોપ લગાવ્યો કે, રાજકોટ શહેરમાં આવા 3 હજાર 300 આવાસો છે જે લાભાર્થીઓને નથી ફાળવાયા..સમગ્ર મુદ્દે મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું કહેવું છે કે, અધિકારીઓને સુચના આપી છે...સમારકામ બાદ ફાળવણીની પ્રક્રિયા શરૂ કરાશે...જયમીન ઠાકર અનુસાર, પોપરપરાના આવાસનો ડ્રો કરાયો હતો પરંતુ ત્યાં રહેવા જવા કોઈ તૈયાર નથી....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram