
Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓને ટેકો કોનો?
ટેકાના ભાવે 8 હજાર 200 કરોડથી વધુ મૂલ્યની 12 લાખ મેટ્રીક ટન મગફળી અંદાજે પોણા 4 લાખ જેટલા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી.
- ચાલુ વર્ષે મગફળીનો પ્રતિ 20 કિલો ટેકાનો ભાવ 1356 રૂ.નો રહ્યો
- આ વર્ષે મગફળીનો સરેરાશ ભાવ પ્રતિ 20 કિલો 1150 રૂ. રહ્યો
- ટેકાના ભાવે કુલ મગફળીની ખરીદી 12 લાખ 19 હજાર ટનની રહી
- ટેકાના ભાવે 20 લાખ ટન મગફળી ખરીદવાની હતી અનુમતિ
- ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતા 20 હજાર ટન ઓછી ખરીદી થઈ
- ટેકાના ભાવની ખરીદીની પ્રક્રિયા ધીમી ગતિએ થઈ
- 5 નવેમ્બર 2024ના સ્થાને 11 નવેમ્બરે શરૂ થઈ ટેકાના ભાવે ખરીદી
- 11 નવેમ્બર બાદ પણ પ્રથમ બે અઠવાડિયા પૂરતા કેન્દ્રો પર ન શરૂ થઈ ખરીદી
- 90 દિવસ બાદ ખરીદી થવાની હતી તેના સ્થાને એક અઠવાડિયું વધુ થયો વિલંબ
- રાજ્યમાં ટેકાના ભાવે કુલ ખરીદીના 66% નાફેડ મારફતે ટેકાના ભાવે ખરીદી
- કુલ ખરીદીનો 33% NCCF થકી ટેકાના ભાવે ખરીદી થઈ
- 95 દિવસ ખરીદી પૂરી થઈ અને 110માં દિવસે પેમેન્ટ એટલે જ ખેડૂતોએ બજારમાં મગફળી વેચી
આ વર્ષે ગુજરાત સરકારે મગફળી માટે નક્કી કરેલ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે 250થી 350 રૂ. જેટલો તફાવત હતો. આ ભાવફેરનો ફાયદો લેવા માટે મોટા ભાગના માર્કેટ યાર્ડમાં વેપારીઓ, ખરીદી સાથે જોડાયેલા અધિકારીઓ અને વચેટિયાની ટોળકીઓ સક્રિય થઈ. મગફળીનું વાવેતર ના કર્યું હોય તેવા ખેડૂતોની જમીનના 7-12 રજૂ કરી બજારમાંથી નીચા ભાવે નબળી કક્ષાની મગફળી ખરીદી ટેકાના ભાવે ધાબડી દીધી. મિલિભગતથી થયેલ આવી ખરીદીનો આંકડો કરોડોનો થાય છે.