Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?
Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?
ફરી એકવાર પ્રજાના રૂપિયે તાગડધિન્ના થાય તેવા નિર્ણય કરાયા છે.... બંને વાત બે મહાનગરની છે... એક મહાનગર છે અમદાવાદ અને બીજુ મહાનગર છે સુરત.... બંનેના મહાપાલિકાના શાસકોએ પ્રજાના પ્રશ્નોને કોરાણે મૂકી દઈ જે જનતાના ખિસ્સામાંથી આવક થઈ તે જ રૂપિયે તાગડધિન્ના કરશે... અમદાવાદ મહાપાલિકાએ શહેરના તમામ કોર્પોરેટરને સ્ટડી ટુરના નામે કશ્મીર ફરવા લઈ જવાનો પ્લાન બનાવ્યો છે... બીજી તરફ સુરત મહાપાલિકામાં શાસક પક્ષના નેતા તો કોઈ પણ જાતની મંજૂરી વગર કોર્પોરેશનની કાર યુપી લઈ ગયાનું સામે આવ્યું... સૌથી મોટો તો સવાલ એ છે કે શાસક પક્ષના નેતાનો પ્રજાના રૂપિયે તાગડધિન્નાની ઘટના તો ત્યારે સામે આવી કે જ્યારે યુપીમાં કારને અકસ્માત નડ્યો અને કારના વીમાની પ્રક્રિયા હાથ ધરી....
અમદાવાદમાં પ્રજાના રૂપિયે કશ્મીર પ્રવાસ
અમદાવાદ શહેરમાં રોડ-રસ્તા, પાણી, ગટર સહિતના પ્રશ્નો તો અનેક છે... પ્રજાના આ પ્રશ્ન તો યથાવત જ રહેવાના છે આ વચ્ચે હવે મહાપાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓ શહેરીજનોના રૂપિયે તાગડધિન્ના કરવાનો પ્લાન બનાવી નાંખ્યો... અમદાવાદ મહાપાલિકાના 191 કોર્પોરેટર અને 25 અધિકારીઓ સ્ટડી ટુરના રૂપકડા નામે શ્રીનગરના પાંચ દિવસ અને છ રાત્રીના પ્રવાસે ઉપડવાના છે... 191 કોર્પોરેટર અને 25 અધિકારીઓ શ્રીનગર પ્રવાસ પાછળ પ્રજાના અંદાજિત બે કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.... ન માત્ર નિર્ણય કરાયો છે પરંતું સ્ટેન્ડિંગ કમિટીના ચેયરમેને તો ખાનગી ટુર ઓપરેટરનો સંપર્ક સાધવા પણ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.... દાવો તો એવો કરાઈ રહ્યો છે કે જમ્મૂ-કશ્મીરમાં કલમ 370 દૂર કર્યા બાદ શ્રીનગર અને આસપાસના વિસ્તારોમાં પ્રજાલક્ષી કામગીરી કેવા પ્રકારની થઈ છે.. હાઉસિંગ,રોડ-રસ્તા, ટ્રાફિક, બ્રિજ અને અલગ- અલગ વોટર પ્રોજેક્ટ કઈ રીતે કાર્યરત કરાયા છે તેનો અભ્યાસ કરવાનો છે... જોકે બે કરોડના પ્રવાસ પાછળ સવાલ સેંકડો ઉભા થયા છે... અગાઉ કોર્પોરેટરોને લેપટોપ આપવાના મુદ્દે પણ વિવાદ સર્જાયો હતો... જે બાદ હવે ટ્રેનિંગ કમિટી સાથેની અન્ય 11 કમિટીઓના સભ્યોને તબક્કાવાર શ્રીનગર મોકલવાનું આયોજન કરાયું છે... 18 ડિસેમ્બરથી તબક્કાવાર તમામ કોર્પોરેટરોને પ્રવાસમાં લઈ જવાશે... તમામ કોર્પોરેટરોને 30-30ના ગ્રુપોમાં લઈ જવાશે...
સુરતમાં શાસક પક્ષના નેતા મનપાની કાર UP લઈ ગયા
પોતાને કહેવડાવે છે જનસેવક... પરંતુ કરે છે પ્રજાના પૈસે તાગડધિન્ના...જેનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું સુરતમાં...વાત એવી છે કે, સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી મહાનગરપાલિકાની ઈનોવા કાર લઈને પહોંચ્યા હતા પ્રયાગરાજ...જ્યાં કારનો અકસ્માત થયો... અને કારને મોટું નુકસાન થયું...આ ઘટનાનો ભેદ ત્યારે ખુલ્યો જ્યારે કારના વીમાની પ્રક્રિયા કરાઈ...સવાલ એ ઉઠી રહ્યા છે કે, શું મંજૂરી લઈને તેઓ કાર લઈને ગયા હતા..જો કે, એવી પરંપરા બની ગઈ છે કે, શાસક પક્ષના નેતાઓને કાર મળતા જ તેઓ તેનો અંગત ઉપયોગ કરે છે..
પ્રજાના ટેક્સના પૈસાનો ધૂમાડો કરે છે... ચર્ચા તો એવી પણ છે કે શશીબેન ત્રિપાઠી મંજૂરી વગર વારંવાર ગાડીમાં યૂપી જતા હતા... આ ઘટનામાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ શશીબેન ત્રિપાઠીનો બચાવ કર્યો...મેયરના મતે, શશીબેન ત્રિપાઠીના માતાની તબિયત નાદૂરસ્ત હોવાથી પ્રયાગરાજ ગયા હતા..નિયમ મુજબ ઈંધણનો ખર્ચ ચૂકવી વાહન લઈ જઈ શકાય છે.