ABP News

Hun To Bolish | હું તો બોલીશ | કોનું ડ્રાઇવિંગ લાયસન્સ થશે રદ?

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ |  માર્ગ અકસ્માતોનું પ્રમાણ સતત વધતું રહ્યું છે.  શહેરી વિસ્તાર હોય કે પછી સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે, સતત અકસ્માતના કિસ્સા સામે આવે છે. અને તમામ વખતે એ જોવા મળે છે કે કોઈની ને કોઈની બેદરકારીના કારણે અકસ્માત થાય છે. ક્યાંક ઓવરસ્પીડ હોય છે એના કારણે અકસ્માત થાય છે. ક્યાંક ચાલક હેલમેટ નથી પહેરતો એટલે અકસ્માત થાય છે અને એનો જીવ જાય છે. અને ક્યાંક તમે નિર્દોષ હોવ છો પણ વાહન ચાલક રોંગ સાઈડથી આવે છે, તમને અકસ્માત કરે છે અને કોઈ વાક વગર સામાન્ય માણસનો, જે તમામ રીતે તમામ પ્રકારનું ધ્યાન રાખે છે, એનું મોત થાય છે. 

ખાસ કરીને રોંગ સાઈડ ડ્રાઈવિંગ શહેરી વિસ્તારમાં સૌથી મોટું ન્યુસન્સ બની ચૂક્યું છે. ભાગદોડની જિંદગી અને એ જ બાનું તમામને જ પોતપોતાના સ્થળે જલ્દી પહોંચવાનું બાનું, અને એ જ બાના હેઠળ રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવા વાળાની કોઈ કમી નથી. હાઈવે ઉપર પણ અનેકવાર આપણે જોયું છે કે વાહનો રોંગ સાઈડ ડ્રાઈવ કરે છે. એક તો રોંગ સાઈડ ડ્રાઈવ કરતા હોય, સાથે મોબાઈલ હોય અને પાછી ઓવરસ્પીડ હોય, અને એ જ કારણ છે કે અકસ્માત થાય અને મૃત્યુના દર સતત વધ્યા કરે છે. 

આ તમામની વચ્ચે સુરતની પોલીસે એક અદભુત કાર્ય શરૂ કર્યું છે. અને એ કાર્ય છે વારંવાર રોંગ સાઈડ ડ્રાઈવ કરવા વાળા જે પણ ચાલકો છે એમની શાંત ઠેકાણે લાવવાનું. જે ચાલકો વારંવાર રોંગ સાઈડ ડ્રાઈવ કરે છે, જે ચાલકોને વારંવાર મેમો આપ્યા પછી પણ સુધરતા નથી, એવા વાહન ચાલકોને સુરત પોલીસે આઈડેન્ટીફાય કર્યા છે. સુરત પોલીસે સતત ડ્રાઈવ ચલાવી, જાગૃતતા ડ્રાઈવ ચલાવી, લોકોને જાગૃત કર્યા, હાથ જોડીને સમજાવ્યા, ફૂલ આપીને ગાંધીગિરી કરીને સમજાવ્યા, પરંતુ અનેક ચાલકો એવા છે જે સુધારવાનું નામ દેતા નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram