Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?
અમદાવાદનો એસજી હાઈવે બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો. પેલેડિયમ મોલ બહારના વિસ્તારને ગુંડાઓએ બાનમાં લીધો. ફિલ્મી સ્ટાઈલે થયેલી ગુંડાગર્દીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે 3 કારમાં આવેલા ગુંડાઓએ તલવાર સાથે ઉતરે છે. અન્ય વાહન ચાલકો પર પણ હુમલાનો પ્રયાસ કરે છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાય છે. સૌથી મોટો સવાલ તે છે કે ટ્રાફિક પોઈન્ટની સામે જ ગુંડાઓએ તલવાર સાથે ઉત્પાત મચાવ્યો. વીડિયો વાયરલ થયા બાદ વસ્ત્રાપુર પોલીસે શાખ બચાવવા ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.
10 જાન્યુઆરી રાજકોટના દ્રશ્યો જોજો. કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માતની હારમાળા સર્જી તબીબ ફરાર થઈ ગયો. કેકેવી હોલ પાસે તબીબ રાજ ગામીએ નશાની હાલતમાં પોતાની કાર બેફીકરાઈથી ચલાવીને એક રિક્ષા. એક કાર અને એક બાઈકને અડફેટે લીધા. હાજર TRB જવાન અને લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો. પણ તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. જો કે, અંતે પોલીસે પીછો કરીને આરોપી તબીબ રાજ ગામીની ધરપકડ કરી. કારચાલક તબીબ રાજ ગામી એટલી હદે નશામાં હતો કે પોલીસની પૂછપરછ તો તે યોગ્ય જવાબ પણ નહોતો આપી શકતો.