Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે બંધ થશે આ વરસાદ?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ :  ક્યારે બંધ થશે આ વરસાદ?

રાજકોટ શહેરમાં આજે બપોરે 2 વાગ્યા આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને માત્ર ત્રણ કલાકમાં જ સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો....કાલાવડ રોડ, નાના મૌવા રોડ, યુનિવર્સિટી રોડ, રેસકોર્સ રિંગ રોડ, જામનગર રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા...શહેરનો હાર્દ ગણાતો યાજ્ઞિક રોડ પણ વરસાદના કારણે પાણી..પાણી..થઈ ગયો...અંદાજે દોઢથી પોણો ઈંચ વરસાદમાં BRTSના રૂટ પર પાણી ભરાયા..વરસાદના કારણે દોઢસો ફૂટ રિંગ રોડ પર વાહનો ડાયવર્ટ કરવા પડ્યા...રામનાથ પરા અને પોપટપરાના નિચાણવાળા વિસ્તારો પાણીથી જળમગ્ન થઈ ગયા...

રાજકોટ ગ્રામ્ય

રાજકોટ જિલ્લામાં વરસ્યો મૂશળધાર વરસાદ....સૌથી વધુ રાજકોટના લોધિકામાં પોણા 5 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો....લોધિકા તાલુકાના કાંગસિયાળી ગામના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા..રાજકોટ તાલુકાના કોઠિરાયા અને આસપાસમાં વરસાદના કારણે મગફળીનો તૈયાર પાક ધોવાઈ ગયો....ઉપલેટા તાલુકાના તલંગણા...મોટી પાનેલી...કોલકી...રબારીકા..ખારચિયા...સમઢીયાળા...સહિતના ગામોમાં વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થયા....ઓષમ ડુંગર પર વરસાદના કારણે તલંગણા ગામના વોકળામાં નદીની જેમ પાણી વહેતા થયા...તલંગણા ગામમાં અંદાજે પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો...પાછોતરા વરસાદના કારણે કપાસ અને મગફળીનો પાક નષ્ટ થઈ ગયો...જેતપુરમાં પણ આફતનો વરસાદ વરસ્યો..જૂનાગઢ રોડ...ધોરાજી રોડ... બસ સ્ટેન્ડ ચોક...એમ.જી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા....જામકંડોરણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે...રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસ્યો તોફાની વરસાદ..વરસાદના કારણે ધોરાજીના માર્ગો પાણી..પાણી થઈ ગયા....સ્ટેશન રોડ... કાજી હોલ.. અવેડા ચોક... ગેલેક્સી ચોક ....સરદાર ચોક... જમનાવડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા..ધોરાજી શહેર ઉપરાંત નાની પરબડી...તોરણિયા..ફરેણી સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો....ગોંડલ શહેર અને તાલુકાના સુલતાનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો.....ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો....વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવક થતા સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર 1 ડેમ ફરી ઓવરફ્લો થયો....

 

અમરેલી જિલ્લાના લીલીયામાં સતત બીજા દિવસે બરબાદીનો વરસાદ વરસ્યો...વરસાદના કારણે લીલીયાની બજારો પાણીથી તરબોળ થઈ ગઈ....માર્ગો પર પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા...લીલીયા શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદ ખાબક્યો...ધોધમાર વરસાદના કારણે વડીયા ગામની શેરીઓમાં નદીની જેમ પાણી વહેતા થયા....લીલીયા તાલુકાના ગામોમાં પણ મૂશળધાર વરસાદ ખાબકયો....સૌથી વધુ કુંકાવાવ વડીયા તાલુકામાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડીગયો...જેના કારણે વડીયા તાલુકાના બાવળ ગામની નદીમાં પૂર આવ્યું...ગામને જોડતા કોઝ વે પર નદીના પાણી વહેતા થયા....અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલામાં વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ....મીતીયાળાના જંગલ વિસ્તારમાં વરસાદના કારણે બગોયા ગામની ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું...ખાંભા ગીરના કોદીયા..સરાકડીયા...નેસડી ગામમાં વરસાદના કારણે નદી નાળા છલકાયા..સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું....ખાંભા ગીરના ગામોમાં જાણે બારે મેઘ ખાંગા થયા..ખડાધાર...બાબરપરા...કંટાળા સહિતના ગામોમાં મૂશળધાર વરસાદ વરસતા બોરાળા ગામની ટાઢી વડલી નદીમાં પૂર આવ્યું...ખાંભા તાલુકાની નાનુડી નદી પણ બે કાંઠે વહેતી થઈ...નાનુડી નદી પરનો ચેકડેમ પણ ઓવરફલો થયો....ધારી ગીર પંથકમાં વરસાદ વરસ્યો હતો....ઝર, મોરઝર, દેવળા, કુબડા, નાગધ્રા સહીતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો....સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ખેતી પાકની નુકસાની ખેડૂતો સેવી રહ્યા છે....

 

સતત વરસાદના કારણે ગીર સોમનાથના ખેતરો બેટમાં ફેરવાયા...કોડિનાર તાલુકાના ફાચરિયા અને અરણેજ ગામના ખેતરો પાણીથી તરબોળ થયા...કોડિનાર તાલુકાના આલીદર ગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો....ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો....વેરાવળ તાલુકાના ભેરાળા...નાવદ્રા...કોડિદ્રા..મંડોર સહિત ગામમાં વરસાદથી તારાજી સર્જાઈ....એક ખેડૂતનું દર્દ સામે આવ્યું છે તે પણ જુઓ....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram