Hun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમ

વાત કરીએ સુરતની તો. એકલા સુરતમાં જ 3 દિવસમાં 21 બોગસ ડોક્ટર્સ ઝડપાયા. સચિન પોલીસ અને સચીન GIDCમાં મળી કુલ 8 બોગસ તબીબ ઝડપાયા. પટેલ ક્લિનીક, ધરમ ક્લિનીક, ઓમ શિવ ક્લિનીક, પ્રિન્સ ક્લિનીક અને ડૉ.આર.ડી દૂબે ક્લિનીકમાં પોલીસે રેડ પાડી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા. ગોડદરા વિસ્તારમાંથી પણ વગર માન્ય ડિગ્રીએ ડૉક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા 7 બોગસ તબીબોને ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યા. ભેસ્તાન વિસ્તારમાં પણ અલગ અલગ ક્લિનિક પર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સાથે પોલીસે દરોડા પાડ્યા. અને મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા 4 મુન્નાભાઈઓને ઝડપી પડાયા. લિંબાયત પોલીસે પણ ધર્મરાજ યાદવ, રાજેશ યાદવ અને દિના કલીતા નામના 3 બોગસ તબીબોને ઝડપી પાડ્યા. ડીંડોલી પોલીસે પણ નવાગામ વિસ્તારમાં દરોડો પાડ્યો. અને ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતા 6 બોગસ તબીબોની ધરપકડ કરી. અગાઉ સુરત પોલીસે રસેશ ગુજરાતી નામના શખ્સની ધરપકડ કરી હતી. રસેશ ગુજરાતી માત્ર 10-12 ધોરણ પાસ વ્યક્તિને 15 દિવસમાં જ ડૉક્ટરનું સર્ટિફિકેટ આપી દેતો. આ માટે તે 50 હજાર રૂપિયા લેતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola