ABP News

Hun To Bolish : હું તો બોલીશ : મગફળીમાં ખેડૂતનો મરો કેમ?

Continues below advertisement

માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ પર ગરબડીનો આરોપ લગાવતા રાજનીતિ ગરમાઈ છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો છે જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં ગુજકોમાસોલના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય કરીને ગુજકોમાસોલના અધિકારી મનમાની કરી રહ્યા છે. તેમણે અધિકારીઓના નામ લઈને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ લાડાણીના આરોપ પર ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જવાબ આપ્યો. અને લાડાણી સામે 1 કરોડનો માનહાનીનો દાવો કરવાની અધિકારીને મંજૂરી આપી દીધી. 

ટેકાના ભાવે મગફળની ધીમી ગતિએ ચાલતી ખરીદ પ્રક્રિયાને લઈ કૉંગ્રેસના પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા. તેમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો કે, ટેકાના ભાવે ચાલતી મગફળીની ખરીદ પ્રક્રિયા આયોજન વિના રામભરોસે ચાલી રહી છે. જે ખરીદી 25 દિવસમાં પૂર્ણ થઈ શકે તેમ હતી.  તે 2 મહિના વિત્યા છતાં હજુ માત્ર 20 ટકા જ કામગીરી પૂર્ણ કરી છે. આ જ ગતિએ કામગીરી ચાલી તો મગફળીની ખરીદીમાં 288 દિવસ લાગશે. પાલ આંબલિયાએ દાવો કર્યો કે, ભાટિયા કેન્દ્ર છેલ્લા 20 દિવસમાં 7 દિવસ તો બંધ રહ્યું. બારદાન, ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોના અભાવ જેવા બહાના હેઠળ દિવસમા 33% ખરીદી બંધ રહે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram