Hun To Bolish : હું તો બોલીશ : માયાજાળ મોરબીની જ નહીં રાજનીતિની
છેલ્લા કેટલાક દિવસથી ચાલતા ચેલેન્જ વોરના સ્ટંટનો આજે ફૂટ્યો પરપોટો. ધારાસભ્ય કાંતિ અમૃતિયા આજે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે મોરબીથી ગાંધીનગર રવાના થયા. ગાંધીનગર પહોંચતા જ તમાશો કર્યો. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જોઈ લો. જ્યાં સામાન્ય વ્યકિતને જવા માટે મંજૂરી લેવી પડે છે.. ત્યાં ધારાસભ્ય અમૃતિયા તો સમર્થકોના નામે લોકોના ટોળે-ટોળા લઈને પહોંચ્યા. આટલું જ નહીં જ્યાં મંજૂરી વગર જઈ ન શકાય ત્યાં તો આ કાનાભાઈએ ઢોલ-નગારા, પુષ્પવર્ષા સાથે શક્તિ પ્રદર્શન કર્યું. આટલું જ નહીં વિધાનસભા ગૃહના પ્રવેશદ્વારની સીડી પર મોટા- મોટા બેનરો અને પોસ્ટરો સાથે લગભગ અડધો કલાક સુધી તમાશો કર્યો. અડધો કલાક સુધી AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ. જોકે ગોપાલ ઈટાલિયા ન આવતા આખરે કાંતિભાઈ અમૃતિયા વિધાનસભા ગૃહ બહારથી જ મોરબી પરત પણ ફરી ગયા. સૌથી મોટી વાત તો એ છે કે ગોપાલ ઈટાલિયા રાજીનામું નહીં આપે તે નિશ્ચિત હતું.. AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અગાઉ જાહેરાત પણ કરી ચૂક્યા હતાં. તેમ છતાં મોરબીના કાનાભાઈએ તમાશો કર્યો..