Hun To Bolish | હું તો બોલીશ | નહીં સુધરે પાકિસ્તાન
Hun To Bolish | હું તો બોલીશ | નહીં સુધરે પાકિસ્તાન
જમ્મૂ-કશ્મીરનો રાગ આલપતા પાકિસ્તાનને હવે જૂનાગઢનો રાગ આલપવાનું શરૂ કર્યું છે....પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે, જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશાં સ્પષ્ટ રહ્યું છે. જૂનાગઢ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે. એના પર ભારતનો કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન છે....જૂનાગઢ પર પાકિસ્તાનના આ દાવાને ભારતીય ઈતિહાસકારોએ વાહીયાત ગણાવ્યો...આરઝી હકુમત બાદ જૂનાગઢના નવાબ મહાબતખાન બાબી પાકિસ્તાન ભાગી ગયા હતા... ભારતે 20 ફેબ્રુઆરી, 1948ના જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં લોકમત યોજાયો હતો... જેમાં 1 લાખ, 90 હજાર, 870 લોકોએ ભારત સાથે જોડાવાની તરફેણ કરી હતી...લોકમતમાં પાકિસ્તાનના પક્ષમાં માત્ર 91 મત પડ્યા હતા...
આ પહેલીવાર નથી, જ્યારે પાકિસ્તાને જૂનાગઢને પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો હોય. ઓગસ્ટ 2020માં પણ જ્યારે પાકિસ્તાને નવો નકશો બહાર પાડ્યો ત્યારે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યો હતો. આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પાકિસ્તાનનો આ પ્રયાસ નિરર્થક છે...