Hun To Bolish : હું તો બોલીશ : નાલાયકીની પરાકાષ્ઠા
12 જૂન,2025ના દિવસે અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171 દુર્ઘટનાગ્રસ્ત થઈ અને 275 લોકોએ જીવ ગુમાવ્યા.
12 જૂન,2025ના દિવસે અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171 દુર્ઘટનાગ્રસ્ત થઈ અને 275 લોકોએ જીવ ગુમાવ્યા. આખા દેશમાં આ ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે શોક હતો. પણ એર ઇન્ડિયા સાથે સંકળાયેલી ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓએ પાર્ટી કરી. એ પણ ઘટનાના ગણતરીના દિવસો બાદ. સોશલ મિડીયા પર પાર્ટીના વિડીયો પ ણથયા વાયરલ. જેમાં ગુરુગ્રામની ઑફિસમાં કર્મચારીઓ નફ્ફ્ટાઈથી નાચ ગાન કરી રહ્યા છે. નાલાયકીની પરાકાષ્ઠાનો આ વિડીયો વાયરલ થતા જ એર ઈન્ડિયાએ માફી માગી અને સત્તાવાર નિવેદન જાહેર કર્યું. જેમાં કહેવામાં આવ્યું કે જવાબદાર ચાર કર્મચારીઓને કંપનીએ સસ્પેંડ કર્યા છે અને અન્યને વૉર્નિંગ આપવામાં આવી છે.
Tags :
Hun To Bolish