Hun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરો

અમદાવાદમાં વધુ એક નશેડી નબીરાનો આતંક. ઑડી કારથી અનેક વાહનોને મારી ટક્કર. ઘટના બની અમદાવાદના બોપલ રોડ પર. સવારે પોણા દસ વાગ્યે દારૂના નશામાં ધૂત રિપલ પંચાલ ઑડી કાર લઈને નીકળ્યો. પહેલાં તો રસ્તા પર જતી પાંચ ગાડીઓને મારી ટક્કર. બાદમાં ઘસડી. ત્યારબાદ પાર્કિંગમાં ઉભી 5 બાઈકને ટક્કર મારી રેલિંગ સાથે કાર અથડાવી. એટલું જ નહીં. રિપલ પંચાલ નશામાં એટલો ધૂત હતો કે, અકસ્માત સર્જ્યા બાદ કારમાં બેઠો-બેઠો બેફિકર થઈને સીગારેટ પી રહ્યો હતો. લોકોએ તેને પકડ્યો તો તેને પોતાના કારનામા પર કોઈ અફસોસ નહતો.  બાદમાં પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં પણ તેની હરકતો કેમેરામાં કેદ થઈ. તે પોતાના પગ ઉભો રહી શકતો ન હતો. એટલું જ નહીં. પોલીસ પાસે પણ તેણે સીગારેટ માગી. પોલીસ તેને મેડિકલ ટેસ્ટ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ. તેની કારની સ્પીડ કેટલી હતી. તેની પણ FSL દ્વારા તપાસ કરાશે. પોલીસે રિપલ પંચાલ સામે 2 ગુના નોંધી. તેનું લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરી છે..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola