Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરો

Continues below advertisement

ગાંધીનગરની દહેગામ નગરપાલિકા. જ્યાં કચરાને વર્ગીકૃત કરી નિકાલ કરવાના મશીનો જ કચરો બની ગયા છે. વર્ષ 2019માં 28 લાખના ખર્ચે 2 મશીન વસાવવામાં આવ્યા હતા. જો કે, 5 વર્ષથી આ મશીનો જેમના તેમ જ પડી રહ્યા છે. આટલા વર્ષોથી હજુ આ મશીનનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. પરિણામ દહેગામ નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. દહેગામ પાલિકા સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાવી રહી છે. એક તરફ આટલા વર્ષો બાદ મશીનનો ઉપયોગ થઈ શક્યો નથી તો બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે, આવતા મહિને આ મશીન કાર્યરત થઈ જશે. 

અમદાવાદમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બન્યા શોભાના ગાંઠિયા સમાન. રાજ્ય સરકાર એક તરફ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. તો બીજી તરફ અમદાવાદ મનપાએ ppp ધોરણે 16 સ્થળોએ લગાવેલ ઇલેકટ્રિક ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે. મલ્ટીલેવલ પાર્કિંગ અને ભીડભાડના સ્થળોએ ચાર્જ સ્ટેશન ઉભા કરાયા બાદ ગ્રાહકોને ઇલેક્ટ્રિક સ્ટેશન સુધી આકર્ષવામાં મહાનગરપાલિકા નિષ્ફળ સાબિત થયું છે. એક દિવસમાં વધુમાં વધુ 70 વાહન ચાર્જ થઈ શકે તે પ્રકારના મશીન લગાવવામાં આવ્યા હતા. AMCએ મોબીલેન નામની એજન્સી જોડે કરાર કર્યા બાદ આશ્રમ રોડ,પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ,સિન્ધુભવન મલ્ટીલેવલ પાર્કિંગ સહિત 16 જેટલા સ્થળે ચાર્જ સ્ટેશન લગાવ્યા. પરંતુ ચાર્જીગ સ્ટેશન ખાલીખમ જોવા મળ્યા. કોર્પોરેશને ચાર્જ કરવાનો દર એક કલાકે 80 રૂપિયા, 2 કલાકના 140 રૂપિયા રાખ્યો હતો. છતાં ચાર્જ સ્ટેશન ખાલીખમ જોવા મળી રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram