Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં રાજકીય ટકરાવ કેમ?

મોડે સુધી ગરબા રમવાની છુટછાટ મુદ્દે જબરદસ્ત રાજનીતિ ગરમાઈ છે...... રાજ્ય સરકારે ખેલૈયાઓ અને નાના વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને મોડે સુધી ગરબા રમવાની છુટછાટ તો આપી.. પરંતુ હવે એ જ મુદ્દાને લઈને વિપક્ષ અને શાસક પક્ષના નેતાઓ એકબીજા વિરૂદ્ધ શાબ્દિક બાણ છોડી રહ્યા છે....બનાસકાંઠાથી કૉંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્ય સરકારના આ નિર્ણય ફક્ત યુવાનોને ખુશ કરવા કર્યો હોવાના આરોપ લગાવ્યો....સાથે નવરાત્રીના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી ગૃહ વિભાગની હોવાની ટકોર કરી.. સાથે જ યુવતીઓ ઘરે જતા સુરક્ષિત રહે તે માટે ગૃહ વિભાગને વ્યવસ્થા કરવાની પણ વાત કરી...તો ગેનીબેનના વાર પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો...કે મોડે સુધી ગરબાની છુટછાટથી કેટલાકને પેટમાં દુખ્યું તેનું શું કરવું.. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના....તો આ ઉપર ગેનીબેને પાછો વળતો જવાબ આપ્યો....આવો સાંભળી અને જોઈ લઈએ રાજનીતિની રમઝટ....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram