Hun to Bolish | હું તો બોલીશ | નેતાજીનો બકવાસ
વડોદરા શહેરમાં આવેલા પૂર અંગે વડોદરા કોર્પોરેશને હાર સ્વીકારી લીધી. કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ લોકોને સૂફીયાણી સલાહ આપી કે પ્રશાસન સામે આરોપો કરવાના બદલે હવે પોતે પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ભારે વરસાદની વચ્ચે જીવતા શીખવું જોઈએ...ઘરમા સેઇફ સ્ટે માટે ટ્યુબ રાખવી પડશે. મોટી સોસાયટી હોય તો તરાપાની વ્યવસ્થા કરવી પડશે. પોતાને ત્યાં ખાડા પુરવા રોડા રાખે. અને જરૂર પડે તો પાલિકા મદદ કરશે. અને આમ પ્રોજેકટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વરસાદની વચ્ચે જીવતા શીખવું જોઈએ તેવી સલાહ આપી.
પોતાના નિવેદનને લઈને શીતલ મિસ્ત્રીએ માગી માફી. પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યા સુધી ભારે વરસાદની વચ્ચે જીવતા શીખવુ. abp અસ્મિતા પર શીતલ મિસ્ત્રીએ કરી સ્પષ્ટતા. નિવેદનને ટ્વિસ્ટ કરાયુ, પ્રશાસનની જવાબદારીથી છટકવા ન માગતા હોવાની પણ કરી સ્પષ્ટતા. નાગરિકોને સતર્ક કરવા માટે કરતો હતો પ્રયાસ... નાગરિકોની અપેક્ષા મુજબ કામ કરવાની પણ શીતલ મિસ્ત્રીએ આપી ખાતરી...
પહેલાં કર્યો બકવાસ...વિવાદ થતાં હવે માગી રહ્યા છે માફી. વાત થઈ રહી છે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીની... પૂરમાં ડૂબ્યું હતું વડોદરા શહેર. એવામાં ગઈકાલે ડૉ. શીતલ મિસ્ત્રીએ વડોદરાવાસીઓને આપી સુફિયાણી સલાહ કે, ઘરમાં રાખો ટાયર. ટ્યૂબ અને તરાપા... કેમ કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી તો વરસાદી પૂર વચ્ચે જીવતા શીખવું પડશે.. ડૉ. શીતલ મિસ્ત્રીનું આ સૂચન તો ઘા પર મીઠું ભભરાવવા સમાન હતું... જેને લઈ રાજ્યભરમાં થયો વિરોધ... વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આ મુદ્દે કર્યો નવતર વિરોધ... અતુલ ગામેચી ગળામાં ટ્યૂબ અને દોરડું નાખી મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા... અહીં તેમણે વિરોધ દર્શાવી સવાલ કર્યો કે, પ્રજા પાસેથી શા માટે વેરો વસૂલો છો... વિરોધનો વંટોળ શરૂ થતાં ડૉ. શીતલ મિસ્ત્રીએ પીછેહઠ કરીને દિલગીરી વ્યક્ત કરી.