Hun To Bolish : હું તો બોલીશ : નેતાજીનો રૌફ?
પૂર્વ સાંસદ અને મહિલા બાળ વિકાસના પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ.મહેન્દ્ર મુંજપરા અભયમ અને પોલીસની ટીમને ખખડાવતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ અભયમ અને પોલીસની ટીમને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી રહ્યા છે. સાથે કહી રહ્યા છે કે, તમને નોકરી કોણે આપી. શું પૈસા દઈને તમે નોકરી પર લાગ્યા છો...આખી ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે તેમના બહેનના ઘરે તેમના ભાણેજના પત્ની અભિયમની ટીમ સાથે પહોંચ્યા. ભાણેજની પત્નીને એવી માહિતી મળી હતી કે, ભાવિન સાવલિયાએ છૂટાછેડા લીધા વગર મૈત્રીકરાર કર્યા છે. આ સમયે બોલાચાલી થઈ....જેને લઈને મહેન્દ્ર મુંજપરા પણ ત્યાં પહોંચ્યા. અને અભયમની ટીમ પર રૌફ જમાવ્યો... મહેન્દ્ર મુંજપરાએ આરોપ લગાવ્યો કે, તેમના ભાણેજની પત્નીએ અભયમની ટીમને સાથે રાખી ઘરમાં ગેરકાયદે પ્રવેશવાની કોશિશ કરી. આ સમયે તેમની બહેન સાથે મારામારી પણ કરવામાં આવી. મારામારીની ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા. જો કે, આ મુદ્દે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પૂર્વ સાંસદના ભાણેજ અને તેમના બહેને ભાણેજના પત્નિ અને અભયમની ટીમ સામે અરજી દાખલ કરી છે.. પૂર્વ સાંસદના ભાણેજ અને તેમના પત્ની વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલે છે. તેમના ભાણેજ ભાવિન સાવલિયાના લગ્ન 2015માં થયા હતા છેલ્લા દોઢ વર્ષથી તેમની પત્ની પિયરમાં રહેતી હતી...