Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
સુરતમાં ABVPના કાર્યકર્તાઓએ ઉડાવ્યા ટ્રાફિકના નિયમોના ધજાગરા...ડીઆરબી કોલેજ પર ABVPની કારોબારી બેઠક મળી હતી.. બેઠક પૂર્ણ થયા બાદ કાર્યકર્તાઓની કાર રેલી નીકળી...જેમાં કેટલાક કાર્યકર્તાઓએ કારમાં બહાર ઉભા રહીને સ્ટંટ કર્યા....એટલું જ નહીં....રેલીના આ કાફલામાં કેટલીક કારમાં તો બ્લેક ફિલ્મ પણ જોવા મળી....વિદ્યાર્થી સંગઠનના કાર્યકર્તાઓએ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતા વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયા.....વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ઉંઘમાંથી જાગી અને તપાસ શરૂ કરી....પ્રાથમિક તપાસમાં પોલીસની મંજૂરી વગર જ રેલીનું આયોજન કર્યા હોવાનો ખુલાસો થયો....અલથાણ પોલીસે ABVPના ત્રણ કાર્યકર્તાઓની અટકાયત કરી જામીનમુક્ત કર્યા...સ્કોર્પિયો, ફોર્ચ્યુન અને બ્રેઝા એમ ત્રણ ગાડી જપ્ત કરાઈ છે....ત્રણેય વાહન ચાલકોના લાયસન્સ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે....
-----------------
ABVP મંત્રી યોગીરાજ લક્ષણે કાર્યકર્તાઓનો બચાવ કર્યો કે કાર્યક્રમ અને સરઘસ માટે મંજૂરી લેવામાં આવી હતી...જોખમી સવારી કરનાર કાર્યકર્તાઓ વિરૂદ્ધ ABVP નિયમ મુજબ કાર્યવાહી કરશે..
================
9 સપ્ટેમ્બરે એટલે કે 4 મહિના પહેલા રાજકોટમાં ABVPની રેલીમાં ટ્રાફિક નિયમના ધજાગરા ઉડ્યા હતા...ત્યારે તો પોલીસકર્મીઓની હાજરીમાં જ ABVPના કાર્યકર્તાઓએ ટ્રાફિકના નિયમના ધજાગરા ઉડાવતા રહ્યા.. અને પોલીસ બસ મુક પ્રેક્ષક બનીને આખો તમાશો જોતી રહી....ABVPના કાર્યકર્તાઓ જે કારનો કાફલો લઈને સીનસપાટા કરી રહ્યા હતા તેમાં કેટલીક કારની તો નંબર પ્લેટ જ નહોતી...કેટલીક કારમાં કાળા કાચ હતા....ABVPના કેટલાક કાર્યકર્તાઓ તો કારના બોનટ પર ચઢીને સીનસપાટા કરી રહ્યા હતા....સામાન્ય રીતે કોઈ રીલ વાયરલ થાય તો પણ પોલીસ કાર્યવાહી કરતી હોય છે.. ત્યારે ABVPની આ રેલીમાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડ્યા અને પોલીસ જોતી રહી...જો કે, મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા મોડે મોડે યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી...પાંચ જેટલી કારને મેમો ફટકાર્યો...અને એક એક હજારનો દંડ કર્યો હતો...
================
23 ડિસેમ્બર 2021માં રાજકોટ શહેરમાં ABVPના કાર્યકરોની રેલી નીકળી...કાર્યકરોએ રેલીમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી...એક કાર્યકરે તો ડિવાઈડર કૂદાવી રોંગ સાઈટમાં બેફામ રીતે કામ ચલાવી... સામેથી આવતા રાહદારી અને વાહનચાલકોનો જીવ જોખમમાં મૂક્યો...ત્યારે પોલીસે માત્ર એક જીપ ચલાવનાર સામે જ ગુનો નોંધ્યો હતો...
23 ડિસેમ્બર 2021માં અમદાવાદમાં શીલજ સર્કલથી ઈંડસ યુનિવર્સિટી સુધી ABVPએ રેલી કાઢી હતી...પલોડિયા ગામ પાસેના પુલ પર જ્યારે રેલી પહોંચી.. તો થાર અને સ્કોર્પિયો કાર વચ્ચે અકસ્માત થયો....જેમાં થારના બોનટ પર બેઠી 3 વિદ્યાર્થિનીઓ નીચે પટકાઈ હતી..અને ઈન્ડસ યૂનિવર્સિટીમાં બી. કોમનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું....ત્યારે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે હતું કે, રેલીમાં કારચાલકો બેફામ ચલાવી સ્ટંટ કરતા હતા..
-------------------
અમદાવાદમાં વર્ષ 2021માં NSUIએ શક્તિપ્રદર્શન કર્યું....ત્યારે કોરોના કાળ હતો...હજારો કાર્યકરો રોડ ઉપર નીકળ્યા...સોશલ ડિસ્ટસિંગનું પાલન ન કર્યું...ટ્રાફિકના નિયમોનું કોઈ પાલન કરવામાં નહોતું આવ્યું...