Hun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાન

Hun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાન 

ગોઝારા ગુરુવારે એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ બોઈંગ 787 ઉડાન ભર્યાના ગણતરીના સેકન્ડોમાં જ ધડાકા સાથે ક્રેસ થયું અને સર્જાઈ કરુણાંતિકા....વિમાનની આ દુર્ઘટનામાં ક્રુ મેમ્બર અને યાત્રીઓ સહિત 242 લોકો પૈકી માત્ર એક જ યાત્રીનો ચમત્કારીક રીતે જીવ બચ્યો....જ્યારે 241 લોકોએ જિંદગી ગૂમાવી..આ દુર્ઘટનામાં જેમનો જીવનદીપ બૂજાયો તે પૈકીના એક આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા...વિમાન ટકરાતા અને કાટમાળ પડતા અન્ય 23 લોકોના મોત થયા....સિવિલના અતુલ્યના હોસ્ટલના ચારેય બ્લોકને ભારે નુકસાન થયું....અને ત્યાં ભોજન લઈ રહેલા તબીબ બનવાના સંકલ્પને સાકાર કરનારા 4 વિદ્યાર્થીઓ અને અન્યના મોત પણ થયા...વિમાન દુર્ઘટનામાં કચ્છના 5, સૌરાષ્ટ્રના 16, તો દીવ અને સંઘપ્રદેશના 14....લોકોના જીવ ગયા...આણંદના 33 અને નડિયાદના 17 તો વડોદરાના 31 લોકોના જીવ ગયા....અમદાવાદના 10 અને મહેસાણા પાલનપુર હિંમતનગર સહિતના ઉત્તર ગુજરાતના 22 લોકોએ જીવ ગૂમાવ્યો...તમામના પરિચિતોના ડીએનએ સેમ્પલ લેવાઈ ચૂક્યા છે....જે મૃતદેહોની ઓળખ પ્રસ્તાપિત થઈ તેવા 15 મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી પણ દેવાયા છે....દરેક યાત્રીના પરિવારનું દર્દ અને તેમની સફર દર્દનાક હતી....આ પૈકી વિજયભાઈ રૂપાણી એટલે કે, આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીને આપણે ખોયા...વિજયભાઈ રૂપાણીના પત્નિ અને પુત્રી આજે લંડનથી પરત પહોંચ્યા છે....વિજયભાઈના ગાંધીનગરના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા તમામ ક્ષેત્રના લોકો ઉમટી રહ્યા હતા...અન્ય લોકોનું દર્દ પણ જાણીએ તે પહેલા દિવસભરની ગતિવિધિ જાણી લઈએ....

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે વિમાન દુર્ઘટનાને લઈને સવારે અમદાવાદ પહોંચ્યા....એરપોર્ટથી પીએમ સીધા દુર્ઘટનાસ્થળે પહોંચ્યા....આપ આ દ્રશ્યો જોઈ શકો છો જેમાં પ્રધાનમંત્રીની સાથે કેન્દ્રીય સિવિલ એવિએશન મિનિસ્ટર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી નજરે પડે છે....દુર્ઘટનાનું સ્થળ મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડમાં પીએમ મોદી દુ્ર્ઘટનાને લગતી અને રેસ્ક્યુનું કામ કેવી રીતે થયું તેની જાણકારી મેળવી રહ્યા છે....

દુર્ઘટના સ્થળ બાદ પીએમ મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા...જ્યાં સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે મુલાકાત કરી....પીએમએ દર્દીઓની સારવારની સમીક્ષા પણ કરી...કોઈ પણ પ્રકારની કસર ન રહી જાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી....કેમ કે, દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચેલા વિશ્વાસકુમાર રમેશ સિવાયના તમામ દર્દીઓ સિવિલ કેમ્પસમાં જોડાયેલા છે ત્યારે તેમની સાથે વાત કર્યા બાદ પીએમ મોદીએ વિશ્વાસકુમાર સાથે પણ વાત કરી...જો કે, વિશ્વાસના ભાઈ અજયનું આ જ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે ત્યારે જેને કુદરતે કાળથી બચાવ્યો તે વિશ્વાસકુમારનો ડીડી સંવાદદાતા સાથેનો સંવાદ જોઈ લઈએ...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola