Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?

Continues below advertisement

Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને 15 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા...કોર્ટમાં સુનાવણી દરમિયાન પાટીદાર દીકરી પાયલ ગોટીના જામીન મુદ્દે ફરિયાદી પક્ષ તરફથી કોઈપણ પ્રકારનો વાંધો ઉઠાવવામાં નહોતો આવ્યો...જે બાદ કોર્ટે પાયલ ગોટીના જામીન મંજૂર કર્યા...જો કે પાયલને આરોપમુક્ત કરવા ફરિયાદી અને પોલીસે સોગંદનામું કર્યુ છે...અને એ જ સોગંદનામા પર કાલે ચુકાદો આવે તેવી શક્યતા છે....પાયલ ગોટીને જામીન મળતાં ગામમાં ખુશીનો માહોલ છે....ગામમાં પહોંચતા પાયલનું સ્વાગત કરાયું....

જામીન પર મુક્ત થયેલ પાયલ ગોટીને હવે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી મળશે....અમરેલીના રાજકીય આગેવાનોએ આ મુદ્દે દિલીપ સંઘાણીને રજૂઆત કરી.. જે રજૂઆત બાદ સહકારી બેંકની બોર્ડ બેઠકમાં જો પાયલ ગોટી ઈચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં કાયમી નોકરી આપવાનો ઠરાવ થયો....આજે અમરેલી સબજેલમાં પણ દિલીપ સંઘાણીએ દીકરીની મુલાકાત લીધી હતી....

જોકે, દીકરીના 29મી ડિસેમ્બરે નીકાળવામાં આવેલા સરઘસ મુદ્દે દિવસભર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ પણ જોવા મળ્યો... 

સુરતના મોટા વરાછાના ઈગલ પાર્ટી પ્લોટની બહાર સભાનું આયોજન કરવામાં આવ્યું.....જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા પણ જોડાયા.. આ સભામાં રાજકીય પક્ષોને એકબાજુ મુકીને સમાજ માટે આવવા હાકલ કરવામાં આવી..  

ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં યુથ કૉંગ્રેસના કાર્યકરોએ હલ્લાબોલ મચાવ્યો..પાટીદાર દીકરીના અપમાનના આરોપ મુદ્દે કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું..પોસ્ટર અને બેનર સાથે કાર્યકરોએ હોબાળો મચાવ્યો અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી..આ દરમિયાન પોલીસે કૉંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી...જેને લઈને કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું..પોલીસે ટીંગાટોળી કરી તમામ કાર્યકરોની અટકાયત કરી..

જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં પણ લેટરકાંડના પડધા પડ્યા....તમામ સમાજના લોકોએ સ્વામિનારાયણ મંદિરથી પ્રાંત કચેરી સુધી મૌન રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું....ગીર સોમનાથના તાલાલા પાટીદાર સમાજ સહિત સર્વ સમાજે સાથે મળીને મામલતદારને આવેદન પત્ર આપીને ગુનેગારો સહિત જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહીની માગ કરી...જામનગરમાં પણ પટેલ યુવા ગ્રૂપના કાર્યકરો રસ્તા પર ઉતર્યા.. કાર્યકરો રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવ્યું..કાર્યકરોએ રજૂઆત કરી કે, ઘટનામાં સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ...

બનાસકાંઠાના પાલનપુરમાં પણ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને જવાબદાર પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી....પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાયની માગ કરી....સાથે જ પાટીદાર યુવા કિસાન સેનાએ કલેક્ટરને આવેદન પત્ર આપીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram