Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

1. કડી 

મહેસાણાના કડીમાં ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું....અહીંનો તરસનિયા પરા વિસ્તાર આખે આખો અમદાવાદના બિલ્ડરના નામે થઈ ગયો.....વડાવી ગામના રેવન્યુ સર્વે નંબર 333 પર છેલ્લા 45 વર્ષથી તરસનીયા પરુ વસેલું છે....અને અંદાજે 500 જેટલા લોકો વસવાટ કરે છે....અહીં 1978થી પ્રાથમિક શાળા કાર્યરત છે....આંગણવાડી છે....અને એક પ્રાચીન મહાદેવનું મંદિર પણ છે...અને એ અંદાજે 20થી 25 કરોડની જમીનનો દસ્તાવેજ કડી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં અમદાવાદના બિલ્ડર મિલન પટેલના નામે કરી દેવાયો...આરોપ છે કે બિલ્ડર મિલન પટેલે જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો....સબ રજિસ્ટાર કચેરીના અધિકારીઓ સાથે મળી દસ્તાવેજોમાં અન્ય જમીનના ફોટા અને ખોટા સાક્ષીઓ બતાવીને ગામલોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો....બીજી તરફ કૌભાંડ સામે આવતા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર ગામમાં પહોંચ્યા...અને અધિકારીઓની મિલીભગતથી જમીન પચાવી પાડવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે...કૌભાંડ સામે આવતા પ્રાંત અધિકારી અને મામલતદાર દોડતા થયા....સર્વે નંબર 333માં થયેલા દસ્તાવેજ અંગેની વિગતો ધ્યાને આવતા જ સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીને સ્થળ તપાસ અને પંચનામું કરવા માટે મોકલવામાં આવ્યા.. તો 1976ના જુના રેકોર્ડની મોડી રાત સુધી તપાસ કરતા ગણોતિયાની નોંધ બિન અમલી હોવાનું સામે આવ્યું....જેથી હાલ આ સર્વે નંબરની જમીનને કલેક્ટર હસ્તક કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.....જેથી કોઈ અન્ય વ્યક્તિ તેનો કબજો ન લઈ શકે....


==============
2. ગાંધીનગર 

14 જુલાઈ 2024માં દહેગામના જૂના પહાડીયા નામનું આખું ગામ ભેજાબાજોએ વેચી માર્યું હોવાનું સામે આવ્યું હતું.... 600ની વસ્તી ધરાવતું જૂના પહાડિયા ગામની જમીનના ભાવ વધ્યા અને ગામ વેચાઈ ગયું....અંતે આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ...અને જમીન વેચનાર અને ખરીદનાર બંનેને આરોપી તરીકે દર્શાવાયા...તપાસમાં દહેગામ સબ રજીસ્ટ્રારને ગેરમાર્ગે દોરી દસ્તાવેજ રજીસ્ટર કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો....
------------
18 જુલાઈ 2024માં ગાંધીનગરના પીરોજપુર ગામમાં ખુદ સરકારી અધિકારીએ જ બારોબાર જમીન વેચી મારી હોવાનો ઘટસ્ફોટ થયો હતો....સમગ્ર મામલે સબ રજિસ્ટ્રાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.....આરોપ હતો કે, સબ રજિસ્ટ્રાર વિષ્ણુભાઈ દેસાઈએ શ્રી સરકાર થયેલી જમીન ખાનગી વ્યક્તિને વેચી મારી....16 એપ્રિલ 2024ના સરકારી જમીનનો દસ્તાવેજ થયો...સર્વે નંબર 179ની 2 હજાર 735 ચોરસ મીટર જગ્યા 59 લાખ 67 હજાર રૂપિયામાં વેચી નાખી હતી
==============
3. ખેડા 

27 માર્ચે ખેડા જીલ્લાના ગાડવામાં સરદાર પટેલના નામે ચાલતી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો....સર્વે નંબર 270 વાળી જમીન કે જે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના નામે હતી.. એમાં માલિક તરીકે તે વખતના ટ્રસ્ટમાં વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતુ હતુ.. વર્ષ 2004માં જ્યારે કોમ્પ્યુટરાઈઝ રેકર્ડ થયુ ત્યારે  આગળ જે ગુજરાત પ્રાંતિય સમિતિ લખેલું હતું તે રેકર્ડમાંથી દૂર થતા તેનો લાભ લઈ આરોપીએ હીરાભાઈ ડાભીને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો....જેમાં મહેમદાવાદ એડીશનલ કોર્ટે ત્રણ આરોપીઓને તકસીરવાન ઠરાવી જુદી જુદી કલમો હેઠળ પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી
==============
4 સુરત 

સુરતના ભીમરાડ બિલ્ડરની બેદરકારીથી 400થી વધુ લોકોની હાલત અત્યંત દયનિય બની છે.....વિવાન પ્રોજેક્ટના નવનિર્મિત બિલ્ડિંગની અંદાજે 150 ફુટ લાંબી પ્રોટેક્શન વોલ ધડાકાભેર ધરાશાયી થતા 400થી વધુ પરિવારો ભયના ઓથાર હેઠળ છે.....ઘટનાને પગલે મહાનગરપાલિકાએ શિવ રેસિડેન્સીના ચાર ટાવર ખાલી કરાવ્યા....અને સાત તજજ્ઞોની ટીમને તપાસ માટે મોકલવામાં આવી....અને ડેવલોપર તુષાર રીબડીયા, આર્કિટેક સુરેશ મોડીયા, સ્ટ્રક્ચરલ એન્જિનિયર જલીલ શેખ અને ક્લાર્ક સુપરવાઈઝર તેજસ જસાણીના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા...પ્રોજેક્ટની રજાચિઠ્ઠી પણ સ્થગિત કરી દેવાઈ છે....જો કે, ચાર ઈમારતોને સીલ કરાતા રહિશો મુશ્કેલીમાં મુકાયા છે....બિલ્ડરના પાપે રહિશો ધ્રુસકે ધ્રુસકે રડીને પોતાની વેદના વર્ણવી રહ્યા છે....તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, 3 માળ સુધી બેઝમેન્ટ બનાવવા સતત ખોદકામ કરવામાં આવતુ હતુ.. 15 ફુટે પાણી આવી ગયા બાદ પણ ખોદકામ બંધ નહોતુ કરાયુ.. પાણી નીકળતા માટી ધસી પડી....જેના લીધે પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ.... 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola