
Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?
Hun To Bolish: હું તો બોલીશ : કોના પાપે અસલામત જિંદગી?
કડી બોરીસણ નજીક રખડતા પશુને લીધે સર્જાયો અકસ્માત.. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું....જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો...મૂળ અમદાવાદના ઘુમા ગામના રયજીજી ઠાકોર અને તેમના ભત્રીજા અશોકજી ઠાકોર લગ્ન પ્રસંગે કડીના શાલેસરા ગામે ગયા હતા....જ્યાંથી તેઓ બાઈક લઈને પરત પોતાના ગામે પરત આવી રહ્યા હતા...ત્યારે બોરિસણા ગામ પાસે અચાનક રોડ પર રખડતું પશું આવી જતા તેમનું બાઈક અથડાયું....અને 45 વર્ષના રયજીજી ઠાકોરનું મૃત્યુ થયું....
---------------------
21 ફેબ્રુઆરી
કચ્છના આદિપુરમાં રખડતા સાંઢે મહિલાઓને અડફેટે લીધી....કેસરનગરના સીસીટીવીના આ દ્રશ્યો જુઓ....વિસ્તારની કેટલીક મહિલાઓ લારી પર શાકભાજી લઈ રહી હતી.. ત્યારે જ એક સાંઢે મહિલાઓને અડફેટે લીધી.. મહિલાઓ હજુ તો કઈ સમજે તે પહેલા જ રખડતા સાંઢે અડફેટે લેતા રસ્તા પર પટકાઈ....રખડતા ઢોરના આતંકથી આદિપુર અને ગાંધીધામના નાગરિકોમાં ભારે રોષ છે.....નાગરિકોનો આરોપ છે કે, વારંવાર રખડતા ઢોરના હુમલાની ઘટના બનતી હોવા છતા પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી....
----------------------
સુરત ગ્રામ્યમાં રખડતા સાંઢે મચાવ્યો આતંક.. કોસંબા તરસાડી નગરમાં બે સાંઢ બાખડતા રેલિંગ સાથે અથડાયા.. અને રેલિંગ તુટી પડી....જો કે મોડી રાત્રે સાંઢ વચ્ચે લડાઈ થતા કોઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી..
-----------------------
ગઈકાલે પાલનપુર તાલુકાના સાસમ ગામે રખડતા સાંઢ રસ્તા પર બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો.. લડતા લડતા બે સાંઢે રસ્તા પરથી પસાર થતા એક યુવકને પણ અડફેટે લીધો.. જેમાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.. વારંવાર રખડતા પશુઓના આતંકથી ગ્રામજનો પરેશાન છે.. ગ્રામજનોનો આરોપ છે કે અનેક વાર રજૂઆત કર્યા છતા પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવતી..
-----------------------
22 ફેબ્રુઆરી
મોરબીના રવાપર રોડ પર રાત્રીના સમયે આખલા યુદ્ધ જામ્યું.....રોડ વચ્ચે આખલા યુદ્ધ થતા વાહનચાલકોના જીવ અદ્ધરતાલ થઈ ગયા...આખલા એક કાર સાથે અથડાતા કારને નુકસાન થયું....
-----------------------
17 ફેબ્રુઆરી
રાજકોટના ધોરાજીમાં પણ રખડતા સાંઢનો આતંક છે.....ગેલેક્સી ચોક અને આઝાદ ચોક વિસ્તારમાં બે સાંઢ બાખડતા નાસભાગ મચી.....ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં વારંવાર રખડતા સાંઢ અને ઢોરના ત્રાસથી સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો..
-----------------------
17 ફેબ્રુઆરી
કચ્છના માધાપરમાં રખડતા ઢોર બન્યા બેકાબુ.. સીસીટીવીમાં કેદ થયા રખડતા ઢોરના આતંકના દ્રશ્યો.. નવા વાસ વિસ્તારમાં એક વૃદ્ધ રસ્તે જઈ રહ્યા હતા ત્યારે રખડતા સાંઢે પહેલા તો તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.. બાદમાં સાંઢને તગેડવા જતા સાંઢે શિંગડે ભરાવીને વૃદ્ધને હવામાં 10 ફુટ સુધી ઉછાળી દીધા..હાજર લોકોએ સાંઢને દુર ખસેડવાનો પ્રયાસ કર્યો તો સાંઢે તેમના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો....
-----------------------
9 ફેબ્રુઆરી
જામનગર શહેરમાં રખડતા ઢોરે રાહદારી પર હુમલો કર્યો....હરિયા સ્કૂલ પાસે એક વૃદ્ધાને રખડતા ઢોરે શિંગડે ભરાવીને હવામાં ફંગોળ્યા....હુમલામાં વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈને જમીન પર પડ્યા.. જો કે બાદમાં સ્થાનિકો તાત્કાલિક વૃદ્ધાની મદદે પહોંચ્યા.. વૃદ્ધાને ઉંચકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
-----------------------
7 ફેબ્રુઆરી
બનાસકાંઠામાં થરાદના વેદલામાં રખડતા સાંઢની અડફેટે એક વ્યક્તિનું મૃત્યુ થયું.....સાંઢે ટક્કર મારતા પુત્રની નજર સામે પિતા અજમલભાઈ પરમારનું મૃત્યુ થયું....
-----------------------
21 ફેબ્રુઆરી
અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ કમિટીની બેઠકમાં ઉઠ્યો રખડતા ઢોરનો મુદ્દો...રાણીપ... નરોડા... મોટેરા... સાબરમતી... ચાંદખેડા..બાપુનગર....ઓઢવ...બોપલ....ઘુમા સહિતના વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા છે.....આ મુદ્દે મહાનગરપાલિકાના કોર્પોરેટર્સે હેલ્થ કમિટીની બેઠકમાં રજૂઆત કરી...CNCD પોલિસી અમલમાં હોવા છતાં રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ નથી મળી....ભાજપના કોર્પોરેટરે ફરિયાદ કરી કે, દિવસે તો ઠીક રાત્રે પણ રખડતા ઢોરની સમસ્યા છે....
---------------------
સુરત ઢોર પાર્ટી હુમલો
સુરતમાં 4 ફેબ્રુઆરીએ પશુપાલક અને મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના અધિકારીઓ વચ્ચે બબાલ થઈ.....સચિનના તલંગપુર ગામમાં પશુપાલક ઢોર છોડાવી જોખમી રીતે ભગાવતા અન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.. આ જ વાતને લઈને ઢોર પાર્ટીના અધિકારીઓ અને પશુપાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ..... ઢોર પકડવા ગયેલ પાલિકાની ટીમ સાથે પુશપાલકોએ માથાકુટ કરી.. સમગ્ર ઘટનામાં પાલિકાના અધિકારીએ એક પશુપાલકને પકડીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરી.. તો બીજી તરફ પશુપાલકોએ પણ પાલિકાના અધિકારીઓ પર દાદાગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો....