Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દેખાયો કોમનમેનનો અંદાજ.... 24 નવેમ્બરે જામનગરના ટાઉનહોલમાં મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ નિર્ધારિત હતો.. પરંતુ તેના એક દિવસ એટલે કે આજે પરમાર પરિવારની દીકરીના લગ્ન હોવાથી સુરક્ષા અને બંદોબસ્તના કારણે લગ્નવિધિમાં અવરોધ ઉભો થવાની ચિંતા પરિવારને સતાવી રહી હતી....પરિવારની આ ચિંતાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જાણ થઈ.. એક પિતાની વેદના સમજીને મુખ્યમંત્રીએ પોતાના કાર્યક્રમનું જ સ્થળ જ બદલી નાંખ્યુ.. મુખ્યમંત્રીએ તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલો.. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા છે.. એટલુ જ નહીં.. મુખ્યમંત્રીએ પરિવારના મોભીને ફોન કરીને હૈયાધારણા આપી જેનાથી પરમાર પરિવારનો તણાવ દૂર થયો.. આવતીકાલે મુખ્યમંત્રી જામનગરમાં પરમાર પરિવાર સાથે મુલાકાત પણ કરશે.. પરમાર પરિવારે પણ મુખ્યમંત્રીનો આભાર માન્યો.....