Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે આપ્યો ભ્રષ્ટાચારનો અધિકાર?
રાજ્યમાં ભ્રષ્ટાચાર હવે શિષ્ટાચાર બની ચૂક્યો છે તે હકીકત છે....પણ જ્યારે આ શિષ્ટાચાર અતિરેક થાય ત્યારે સામાન્ય જનતાનો આક્રોશ સહજ બને છે....કેટલાકનું કહેવું છે કે, ભ્રષ્ટાચાર અધિકારીઓ કરે છે તો કેટલાકનું કહેવું છે કે, ભ્રષ્ટાચારમાં ભાગીદાર નેતાઓ પણ હોય છે....જો કે, કોણ કેટલું ભ્રષ્ટ તે કહેવું મુશ્કેલ છે...પણ ભ્રષ્ટાચારની માત્રાને સમજવા આપ સમક્ષ આ બે દ્રશ્યો લઈને આવ્યો છું
વડોદરા
વડોદરાની 338 આંગણવાડીઓમાં પહોંચાડવામાં આવેલા વોટર કુલરમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે....વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ICDS અર્બન પ્રોજેક્ટ હેઠળ કામગીરી થઈ હતી....આ અંતર્ગત 443 આંગણવાડીઓમાં નવા વોટર કુલર લગાવવામાં આવ્યા હતા...જેની કિંમત અંદાજે 2 કરોડ 5 લાખ રૂપિયા જેટલી થાય છે...પરંતુ ખેલ જોજો.....પેપર પર 443 આંગણવાડીમાં વોટર કુલર મૂકાયાનું કહેવાયું તો સામે બિલ 338 વોટર કુલરના જ બતાવવામાં આવ્યા...અને એ વોટર કુલર પણ બજાર ભાવ કરતા વધુ કિંમતના બતાવવામાં આવ્યા...એક વોટર કુલરના કિંમતની વાત કરીએ તો, 60 હજાર રૂપિયા કિંમત દર્શાવવામાં આવી છે...જે અન્ય વોટર કુલરની કિંમત કરતા વધુનો ખુલાસો RTIમાં થયો છે....એટલું જ નહીં, કેટલીક આંગણવાડી પાસે પાણીની ટાંકી નથી...કેટલીક જગ્યાએ પાણીની મોટર નથી...જ્યાં પાણીના કનેક્શન નથી ત્યાં વોટર કુલર ફીટ કરી દેવામાં આવ્યા છે....
--------------------------
દાહોદ
વાત હવે, ભ્રષ્ટાચારના ખાડાની....ખાડો પણ ક્યાં દાહોદમાં...યાદ આવ્યું ને દાહોદ....પેલું મનરેગા કૌભાંડવાળું....અરે આપણા બચુ ખાબડ સાહેબવાળું....માનનીય ધારાસભ્ય અને તે સમયના પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના બે ચિરંજીવીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો...જો કે, બચુભાઈના વિસ્તારમાં જ ભ્રષ્ટાચાર થયો....વિભાગ પણ તેમનો જ હતો છતાંય તેમની સામે કોઈ ફરિયાદ કે એવું દાખલ ન થયું....પણ હા ખાબડ સાહેબની ખુરશી ગઈ....
બસ આ જ દાહોદમાં હવે ભ્રષ્ટાચારના આરોપ બચુ ખાબડના જિલ્લાના સાથી એવા ભાજપના ઝાલોદ બેઠકના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાએ લગાવ્યો...જો કે, મહેશભાઈએ આ વખતે ભ્રષ્ટાચાર ધારાસભ્યો કરતા હોવાની સ્પષ્ટ વાત કરી....જિલ્લાના પ્રભારી મંત્રી એવા અર્જુનભાઈની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યએ તો કહી દીધું કે, મનરેગા યોજના અંતર્ગત ખાડા ખોદવામાં ભ્રષ્ટાચાર થાય છે....અને અધિકારીઓ વ્હાલા દવલાની નીતિ અપનાવે છે....એમણે તો એમ પણ કહી દીધું કે, ધારાસભ્યો ને આ અધિકારીઓ ગણે છે ભાજી મૂળા....
આવો સાંભળીએ માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાએ ભ્રષ્ટાચારને લઈને શું કહ્યું....