Hun To Bolish : હું તો બોલીશ : વટાળ પ્રવૃતિમાં શિક્ષકો?
Hun To Bolish : હું તો બોલીશ : વટાળ પ્રવૃતિમાં શિક્ષકો?
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામે મોરારી બાપુની રામકથા ચાલી રહી છે....મોરારીબાપુને જાણકારી મળી હતી કે, અહીં આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે....તેથી તેમણે શિક્ષણ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં વ્યાસપીઠ પરથી કહ્યું કે, શાળામાં 70 ટકા માંથી 75 ટકા શિક્ષક ઈસાઈ છે...પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે...
મોરારિ બાપુએ ધર્માંતરણને લઈને કરેલી ટકોર મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રીએ ખાતરી આપી કે, શિક્ષકોનો મલિન ઈરાદો હશે તો ચોક્કસ પણે કાર્યવાહી કરાશે
તો બીજી તરફ ધર્માંતરણ મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ ચોખ્ખી ચીમકી આપી દીધી છે કે, આદિવાસી ભાઈ-બહેનોને ખોટા રસ્તે લઈ જનારા સામે કાર્યવાહી થશે. ધર્મ પરિવર્તન કરાવી ફસાવાનો પ્રયાસ કરનારા કોઈ નહીં બચે....નિર્દોષોને ફસાવનારા કોઈ પણ કાયદાથી નહીં બચી શકે....
શાળાઓમાં શિક્ષકો દ્વારા ધર્માંતરણની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ ચિંતાજનક બાબત છે...વટાવ પ્રવૃતિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ...
ઝારખંડમાં આદિવાસી અને વનવાસી સમુદાયના 68 પરિવારોના 200 લોકો જગદગુરુ શંકરાચાર્યજીની હાજરીમાં તેમના મૂળ ધર્મમાં પાછા ફર્યા...