Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !

સુરત નકલી ઘી 

સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ..લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડો પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો.. કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું. આ સાથે 856 કિલો વેજીટેબલ-સોયાબીન ઓઈલ જપ્ત કરવામાં આવ્યું. મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખસની અટકાયત પણ કરવામાં આવી..લસકાણા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આહીર સમાજની વાડી પાછળ આવેલી પીઠાભાઈના તબેલાની એક દુકાનમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત રીતે દરોડો પાડ્યો..પકડાયેલો આરોપી અલ્પેશ  સાંથલીયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો હતો.  વધુ નફો કમાવવાની લાલચમાં વેજીટેબલ ઓઈલ અને સોયાબીન ઓઈલને મિશ્રિત કરતો હતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો હતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજનલ ઘી બનતું, તેને પણ આ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને છેતરતો હતો.દરોડા દરમિયાન પોલીસ અને ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી સામાન જપ્ત કર્યો છે. જેમાં  ઘી 319.54 કિલો ભેળસેળયુક્ત ,856 કિલો વેજીટેબલ/સોયાબીન ઓઈલ , એસેન્સ તથા અન્ય સાધન સામગ્રી મળી 2 લાખ 11 હજારનો મુલ્લામાલ જપ્ત કરવામા આવ્યો..

------------------------
પંચમહાલ શંકાસ્પદ પનીર

ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાંથી ઝડપાયો શંકાસ્પદ પનીરનો જથ્થો.. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખી પંચમહાલ SOGએ 25 હજારથી વધુની કિંમતનો 105 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો.. ગોવિંદી ગામના પીપળીયા ફળીયામાં કિશન વિરવાણીના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા.. ગોડાઉનમાંથી ઝડપાયેલા શંકાસ્પદ પનીરના સેમ્પલ લઈને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.. તો શંકાસ્પદ પનીરના જથ્થા અંગે ઝડપાયેલા આરોપી કિશન વિરવાણીની પૂછપરછ કરતા તેમણે આ પનીરનો જથ્થો મહેસાણાથી મગાવ્યો હોવાનો ખુલાસો થયો છે.. જે અંગે SOGની ટીમે વધુ તપાસ હાથ ધરી છે....
------------------------
અમરેલી નકલી ખાતર 

અમરેલીમાં નકલી ખાતર બનાવતી ફેક્ટરીનો થયો પર્દાફાશ..આંકડિયા ગામની સીમમાં નિરીમા એગ્રી પ્રોડક્ટ નામની કંપનીમાં ઈફ્કો અને સરદાર ફર્ટિલાઈઝરના નામે નકલી ખાતર પેક કરી વેચવામાં આવતું હતું...SOGએ દરોડા પાડતા ફેક્ટરીમાંથી નબળી ગુણવત્તાવાળું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલી 50 કિલોની 52 બેગ મળી આવી...આ ઉપરાંત સરોવર સરદાર ઈમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઈઝર કોર્પોરેશન લખેલી 5 હજાર 600 ખાલી પ્લાસ્ટિકની બેગ અને ખાતર બનાવવા અને ભરવા માટે ઉપયોગમાં લેવાતી મશીનરી પણ સીઝ કરવામાં આવી...એસઓજીની ટીમે સ્થળ પરથી કૂલ 16 લાખ 74 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો..સાથે જ લાલાવદરના રહેવાસી ભરત ધાનાણીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે..આરોપીઓ હલકી ગુણવત્તાનું મિશ્રણ તૈયાર કરી તેને ઈફ્કો જેવી બ્રાન્ડેડ બેગમાં પેક કરી ઉંચા ભાવે ખેડૂતોને પધરાવી દેતા હતા....

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola